• બુધવાર, 18 નવેમ્બર, 2026

avshan nodh

ચક્ષુદાન

ધોરાજીઃ ધોરાજીના નાની વાવડી ગામના જીતેન્દ્રભાઈ હરસુખભાઈ દેલવાડીયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળને જાણ કરતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. માનવ સેવા યુવક મંડળ અને ધોરાજી સરકારી હોસ્પિટલ દ્વારા 464મું ચક્ષુદાન કરાયું હતું.

રાજકોટ ઃ સિયારામ શ્રીકાંત પ્રસાદનું અવસાન થતાં તેના પરિવારજનોની સહમતિ તેમજ જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી સ્કીન ડોનેશન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના જનજાગૃતિ અભિયાનમાં 55મું સ્કીન ડોનેશન છે.

રાજકોટઃ ગિરીશભાઈ શાહ તે સ્વ.કનૈયાલાલના પુત્ર, જયશ્રીબેનના પતિ, લલીતકુમાર શાહ, સ્વ. ઉર્મિલાબેન કિરીટકુમાર વોરા, કલ્પનાબેન દીપકકુમાર પરીખના ભાઈ, સુધાબેનના દીયર, અભિજીત, સુનીલ, આસીતના પિતાનું તા.16ના અમદાવાદ ખાતે અવસાન થયું છે.

જેતપુરઃ કમલેશ નવનીતલાલ કડેચા (ઉં.48) તે નવનીતલાલ (ભીખુભાઈ) હીરાચંદ કડેચાના પુત્ર, દિલીપ, દક્ષા ભાવેશકુમાર કાત્રોડિયા (મુંબઈ)ના નાનાભાઈ, જયેન્દ્રભાઈના ભત્રીજા, ધર્મેશના મોટા બાપાના દીકરા ભાઈનું અવસાન થયું છે. બેસણું તા.19ના 4 થી 6, ઓમ હાઈટ-2, વિવેકાનંદ સ્કૂલ નજીક, અમરનગર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

રાજકોટઃ બચુભાઈ વાલજીભાઈ વડગામા (ઉં.91) તે ગં.સ્વ.િદવાળીબેન બચુભાઈ વડગામાના પતિ, સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, દીપકભાઈ, રમાબેનના પિતા, રસીલાબેન, સરોજબેન, ઈલાબેન, મનહરલાલ સંચાણીયાના સસરા, સ્વ.મોહનભાઈ લાલજીભાઈ છત્રાલિયાના જમાઈ, સ્વ.નાનાલાલના મોટા ભાઈ તેમજ સ્વ.મંગળાબેન ઓધવજી પીસવાડીયા, સ્વ.નર્મદાબેન લક્ષ્મણ છત્રાલીયાના નાનાભાઈ, મૌલિક, મંથન, પાર્થ, જય, શ્રદ્ધા, ભક્તિના દાદા, જીલ, આર્યન, ઈશાના વડદાદાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.19ને ગુરૂવારે સાંજે 4 થી 5, પંચશીલ હોલ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટઃ છોટાલાલ પરસોત્તમભાઈ પંડત તે ચંદુભાઈ, અરવિંદભાઈના મોટાભાઈ, નરેન્દ્રભાઈ, ભરતભાઈના પિતા, હિતેષભાઈના બાપુજી, ધવલ, સાવન, રોનકના દાદાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ને ગુરૂવારે સાંજે 4 થી 6, સીતારા હાઈટસ, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલની બાજુમાં, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

તાલાલાઃ તાલાલા તાલુકાનાં ભીમદેવળ ગીર ગામના પૂર્વ સરપંચ અને ભાજપ વરિષ્ઠ અગ્રણી તનસુખપરી લાલપરી ગૌસ્વામીનાં પત્ની લાભુબેન (ઉ.60) તે સંજયપરી તથા અમરીશપરીનાં માતાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19મીને ગુરૂવારે બપોરે 3 થી 6 તેમના નિવાસસ્થાન ભીમદેવળ ગીર ખાતે રાખેલું છે.

રાજકોટઃ મુકુંદભાઇ રૂપારેલ તે સ્વ. પરસોતમભાઇ જેઠાભાઇ રૂપારેલના પુત્ર (એઇમ શોપ વાળા), સ્વ. શાંતિભાઇ તથા અરવિંદભાઇ અને ભાનુબેન કનૈયાલાલ વિઠ્ઠલાણીના નાનાભાઇ, રમાબેનના પતિ તથા તપનભાઇના પિતા, માનસીબેનના સસરા તેમજ અક્ષતના દાદા તેમજ સ્વ. તુલસીદાસ મેઘજી મજીઠીયા (ખંભાળિયા)ના જમાઇનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ને ગુરૂવારે બપોરે 4 થી 4-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલી છે.

જૂનાગઢઃ જૂનાગઢ નિવાસી હાલ આણંદ બ્રહ્મક્ષત્રિય (ખત્રી) સ્વ. કિશોરભાઇ પીતાંબરભાઇ મેર (પીજીવીસીએલ)ના પત્ની, જયશ્રીબેન (ઉ.65)તે વિવેકભાઇ, પંકજભાઇ અને કલ્પેશભાઇના માતુશ્રી, ધરતીબેન, મિતલબેન, હિરલબેનના સાસુ, માધવ, જીયા, મોહક, ખનકના દાદી, જેતપુર નિવાસી વ્રજલાલ ડાયાલાલ પડિયાના પુત્રીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને રિધ્ધિ સિધ્ધિ બંગલો નં.3, અક્ષર ફાર્મ રોડ, ગોપી વી.વી.નગર, આણંદ ખાતે રાખેલ છે.

ગોંડલઃ બ્રહ્મક્ષત્રિય પ્રભાકરભાઇ રતિલાલ પડિયા તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ભુપતભાઇ, ચમનભાઇના નાનાભાઇ તેમજ ધીરજલાલ પડિયાનાં મોટાભાઇ, જયોતિબેનના પતિ, સ્વ. જયદીપ અને વિજયના પિતા, પરાગ, નમ્રતા, સ્વ. અભિષેક, રિધ્ધિ પડિયાના મોટા પપ્પાનું તા.15ને રવિવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19ને ગુરૂવારે સાંજે 5 થી 6 દરમિયાન  બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, મોટી બજાર, વેરી દરવાજા પાસે, ત્રણ બતી ચોક, ગોંડલ ખાતે રાખેલ છે.

ધારીઃ ધારી નિવાસી નીરૂબેન રમેશભાઇ જોષી (ઉ.69) તે સ્વ. રસિકલાલ વી. જોશી (કટલેરી વાળા)ના નાનાભાઇ રમેશભાઇ (બબાભાઇ) જોષીના પત્ની તથા હિતેશભાઇ જોષીના માતાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના ગુરૂવાર સાંજે 3 થી 6 બ્રહ્મપુરી (રેલવે સ્ટેશન) ધારી રાખેલું છે.

જામનગરઃ ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ ડો. પ્રકાશ જયંતભાઈ ભટ્ટ (ઉ.73) તે ઉમાબેનના પતિ અને ડો.યાત્રીના પિતા, સ્વ. ડો.જયંતભાઈ એમ. ભટ્ટના પુત્ર અને ડો. વિજયભાઈ જે. ભટ્ટ, ધિરેનભાઈ જે. ભટ્ટના મોટાભાઈ, સ્વ.ગુણવંતભાઈ એમ ભટ્ટ, ડો. જગદીશ એમ.ભટ્ટ અને અરાવિંદભાઈ એમ. ભટ્ટના ભત્રીજા, ડો.જાતિનભાઈ જી.ભટ્ટના પિતરાઈ ભાઈ (રાજકોટ), ડો. મિલીન્દ જે. ભટ્ટ (યુકે), અસીત જે. ભટ્ટ (ગાંધીનગર), ડો.િરધ્ધી ઉપાધ્યાય અને ડો.ગાર્ગી વિજય ભટ્ટ,  રુષિન જે ભટ્ટ, પ્રેમલ અને કૌશલ ધીરેન ભટ્ટના ભાઈજી, સ્વ.ગુલાબરાય ભૂપતરાય જોશી(જૂનાગઢ)ના જમાઈનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19ને ગુરુવારના સાંજે 5 થી 5ઃ30 વાગ્યે પાબારી હોલ ખાતે

રાખેલી છે.

રાજકોટઃ પ્રેમીલાબેન નલીનભાઈ દોશી તે સ્વ.હકીમચંદ લક્ષ્મીચંદના પુત્ર સ્વ.નલીનભાઈ દોશીના પત્ની, સ્વ. રેવાશંકર દોશીના પુત્રી, બાબુભાઈ અને ધીમંતભાઈના બહેન, દિલીપભાઈ દોશી, સ્વ.રેખાબેન ખંધેરિયા (કોલકતા), સ્વ.રશ્મિબેન રુપાણી (રાજકોટ), પલ્લવીબેન દોશી, કલ્પનાબેન મહેતા, મીનાબેન વોરા, બિંદીયાબેન સંઘવીના માતા, જ્યોતિબેન દોશી, અરુણભાઈ ખંધેરીયા, સ્વ.ગીરીશભાઈ રૂપાણી, મુકેશભાઈ દોશી, દર્શનભાઈ મહેતા, સ્વ.રાજેનભાઈ વોરા, સ્વ.હરેશભાઈ સંઘવીના સાસુ, સુજયભાઈ દોશી, પ્રિયંકાબેન સુજયભાઈ દોશીના દાદી સાસુ તથા દિયાન, અર્હમના પરદાદીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ને ગુરુવારે સવારે 10ઃ30 વાગ્યે મણીભદ્ર હોલ, મણિયાર દેરાસરની બાજુમાં, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક