ચક્ષુદાન
રાજકોટ:
મોહનલાલ મુલચંદભાઈ ટેકવાણીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 720મું ચક્ષુદાન થયું છે. જુલાઈ 2025માં
સાતમું (7)મું ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન અમદાવાદના આજીવન સેવક ગૌતમભાઈ મજમુદાર
સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે
જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
રાજકોટ:
નવાગામ ભાટિયા ધ્રોલ નિવાસી હાલ રાજકોટ મધુસુદન પ્રભુદાસ વેદ (ઉ.73), તે સુજાતાબેનના
પતિ, તે ચિરાગ તથા ડીમ્પલના પિતાનું તા.31ના રોજ અવસાન થયું છે. ઉઠમણુ તા.1ને શુક્રવારે
સાંજે 4.30 વાગ્યે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, અજંતા-જનકપુરી સોસાયટી, સાધુ વાસવાણી
રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
ટંકારા:
તરૂલતાબેન ખીમચંદ (ખેતશીભાઈ) ગાંધી (ઉં.75)નું તા.31ના રોજ અવસાન થયું છે.
જામનગર:
રેખાબેન ટાંક (ઉ.8ર) ગિરીશ જીવરાજ ટાંક (ભૂતપૂર્વ સિટી સિવિલ એન્જિનિયર (જેએમસી)ના
પત્ની, સ્વ.શાંતાબેન જીવરાજ ટાંક (ભૂ.પૂ.પ્રોજેક્ટ ચેરમેન, જેએમસી)ના ભાભી, કાંતિલાલ
ધોરિયાના પુત્રી અને જીજ્ઞા, હેમા, ડો.ઝંખના, ડો.નેહા તથા રૂપાના સ્નેહમય માતા, દિલીપ
પરમાર, ડો.સુધીર જુરાવોન, ડો.જોબન મોઢા તથા રાકેશ ગોકુલસિંહના સાસુનું તા.30ના અવસાન
થયું છે. ઉઠમણુ તા.1ના સાંજે પ થી પ.30 પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.
વેરાવળ:
જરીનાબેન (ઉ.વ.7ર) તે હસનઅલી એસ.હીરાની (એડવોકેટ)ના પત્ની, અલી અસગર (ચીફ જ્યુડીશીયલ
મેજીસ્ટ્રેટ), ગુડીબેન આસીફભાઈ રંગુનીના માતાનું તા.ર7ના અવસાન થયું છે. બેસણુ તા.રને
શનિવારે સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્થાન ‘આશિયાના’ નવા પટેલવાડા સટ્ટાબજાર ખાતે છે.
જામનગર:
નવલબા (ઉ.70) તે સ્વ.જયેન્દ્રસિંહ માધવાસિંહ જાડેજા (જયુભા)ના પત્ની, જયદીપસિંહ તથા
કીર્તિસિંહના માતાનું તા.30નાં અવસાન થયું છે.
ડોળાસા:
કાણકીયા (ગીર ગઢડા) રીટાબેન પ્રવીણભાઈ જાદવ (ઉ.પ0) તે જીવરાજભાઈ વશરામભાઈ જાદવના પુત્રવધુ,
પ્રવીણભાઈના પત્ની તેમજ ગીરીશભાઈના ભાભીનું તા.30ના અવસાન થયું છે. બેસણુ તા.રના તેમના
નિવાસ સ્થાન કાણકીયા મુકામે છે.
બાબરા:
કિશોરભાઈ (ઉ.વ.68)તે સ્વ.રતિલાલભાઈ લક્ષ્મણભાઈ પોપટના પુત્ર, સ્વ.ચંદુભાઈ, હસુભાઈ,
લલીતભાઈ, રાજુભાઈના ભાઈ તથા કેતન, ધવલ, પૂજાના પિતા તથા સ્વ.હરિલાલ ત્રિભોવનદાસ કોટકના
જમાઈ તથા સ્વ.રાજુભાઈ, ભરતભાઈના બનેવીનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણુ તથા પિયર પક્ષની
સાદડી તા.1નાં સાંજે 4 થી પ લુહાર મહાજનવાડી, નાગરિક બેંક ચોક બાબરા છે.