• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

પોરબંદર: વનિતાબેન કોટેચા (ઉ.70) તે સ્વ.બાબુલાલ ભીમજીભાઈ કોટેચાના પત્ની તથા કેતનભાઈ, મિતેશભાઈ, ભાવનાબેન ભરતભાઈ ભાયાણીના માતા તેમજ નુપુર, નિયતિ, જીયા અને હસ્તીના દાદીનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1ને શુક્રવારે 4-15 થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા મનીષ ટાંક તે દામજીભાઈ જાદવજીભાઈ ટાંકના પુત્ર, અંબરીશભાઈ તથા હર્ષા હિતેશકુમાર કાપડીયાના મોટાભાઈ, જયંતિભાઈ, વિનુભાઈ, હસુભાઈના ભત્રીજા, મુક્તપ્રસાદ લાડવા, દેવેન્દ્રકુમાર લાડવા તથા કમલેશકુમાર લાડવાના ભાણેજ, શૈલેષભાઈ, જયેશભાઈ, યોગેશભાઈ તથા નિલેશભાઈ મણીભાઈ સલાટના બનેવીનું તા.30ના બુધવારે અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4 થી 6, પંચશીલ સોસાયટી, કોમ્યુનીટી હોલ, એચ.જે.દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે છે.

જામનગર: પાર્થ (ઉ.22) તે હાલારી ભાનુશાળી અશોકભાઈ ચંદુભાઈ લખીયરના પુત્ર, ભરતભાઈના ભત્રીજાનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ના સાંજે 4-30 થી 5 બહેનો માટે તથા 5-30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગર ખાતે છે.

રાજકોટ: પ્રવિણભાઈ પારેખ (ઉ.64) તે ટંકારાવાળા સ્વ.શાંતિલાલ લક્ષ્મીચંદ પારેખના પુત્ર, નગીનભાઈ, કિશોરભાઈ, રસીલાબેન, સ્વ.ચંદ્રિકાબેનના ભાઈ તથા મોહિત, મીલન તથા પ્રિયંકાના પિતા તેમજ વાંકાનેરવાળા સોની રમણીકલાલ મોહનલાલ પાટડીયાના જમાઈનું તા.30ને બુધવારે અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.31ને ગુરૂવારે બપોરે 3-30 થી 5, સોની સમાજની વાડી, ખીજડા શેરી, યુનિટ નં.2, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: નવીનચંદ્ર રતિલાલ મોદી (દોશી)(ઉ.83) તે સ્વ.જસવંતીબેનના પતિ તથા રાહુલ (હાલ્ડા), સોનલ બંકીમભાઈ મહેતા, ઉપેન (હાલ્ડા)ના પિતા તેમજ સ્વ.ગલીચંદભાઈ કચરાભાઈ મહેતા જામનગર નિવાસી (ધ્રાફાવાળા)ના જમાઈનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ને ગુરૂવારે સવારે 10 થી 11, સદર ઉપાશ્રય, પંચનાથ પ્લોટ-15, મોટી ટાંકી ચોક પાસે, રાજકોટ ખાતે છે.

માંગરોળ: ધ્વનિબેન શરદભાઈ મહુધિયા (ઉ.31) હાલ પોરબંદર તે શરદભાઈ ભાસ્કરભાઈ મહુધિયા તથા નિશાબેન (નલિનીબેન)ના પુત્રી, માર્ગી શરદભાઈ મહુધિયાના બહેન, પ્રીતિબેન સુનીલભાઈ વોરા (અમદાવાદ)ના ભત્રીજી, કૌમુદીબેન જગદીશભાઈ વસાવડા તથા મંજરીબેન હેમેન્દ્રભાઈ માંકડના ભાણેજનું તા.26ને શનિવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1ને શુક્રવારે સાંજે 4 થી 6, બજરંગવાડી, માંગરોળ ખાતે છે.

રાજકોટ: ગણુવંતરાય ઉમિયાશંકર જાની (ઉ.95) તે સ્વ.સૂર્યશંકર, સ્વ.જયંતિલાલ, સ્વ.ધીરજલાલ, સ્વ.હસમુખરાય તેમજ રમણીકલાલના ભાઈ તેમજ આશિષકુમાર પંડયાના સસરા તથા પરેશ, નીતિન અને ચેતનના પિતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.31ને ગુરૂવારે સાંજે 5 થી 6, જાગૃતિ હોલ, ભોમેશ્વર મહાદેવ મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટ મુકામે છે.

રાજકોટ: ઔ.ખરેડી. બ્રાહ્મણ કાંતાબેન માણેકલાલ ભટ્ટ તે ગીરધરલાલના ભાભી, નીતિનભાઈ અને પરેશભાઈના માતા, દિવ્યાબેન, પ્રવિણાબેન, તૃપ્તિબેનના સાસુ, રાજુભાઈના ભાભુ તેમજ ખુશ્બુ જયકુમાર ભટ્ટ, રોહિન, જીત, આયુષ, પનીસ્તા અને દેવાંશીના દાદીનું તા.29ને મંગળવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.31ને ગુરૂવારે સાંજે 4-30 થી 6, સ્વામિનારાયણ ગુરૂકુળ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે છે.

ધોરાજી: મનસુખલાલ (બટુકભાઈ) પરસોત્તમભાઈ તે રાજેશભાઈ તથા ચંદ્રકાંતભાઈના પિતાનું તા.29ના અવસાન થયું છે.

તાલાલા: માધુપુર ગીર ગામના નટુભાઈ રામજીભાઈ વાજા (ઉ.54) તે સાગરભાઈના પિતા તથા સ્વ.નાથાભાઈ, સ્વ.પરસોત્તમભાઈ, સ્વ.દામજીભાઈના નાનાભાઈનું તા.30ના અવસાન થયું છે.

રાજકોટ: ગીતાબેન વિઠલાણી તે સ્વ.રમણીકલાલ પોપટલાલ સેદાણીના દીકરી, સ્વ.ચીમનભાઈ અમૃતલાલ વિઠલાણીના પત્ની, ધ્રુવના માતા, વર્ષાબેન, દિવ્યાબેન, મુકેશભાઈ તથા ઉષાબેનના બહેનનું તા.26ને શનિવારે અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.31ને ગુરૂવારે બપોરે 4 થી 6, ઓમગોખ કામેશ્વર મહાદેવ મંદિર, સત્ય સાંઈ રોડ, પાવન પાર્કની બાજુમાં, રાજકોટ ખાતે છે.

કુંઢેલી: કોકીલાબેન ત્રિવેદી (ઉ.64) તે પ્રકાશભાઈ ઉદયશંકર ત્રિવેદીના પત્ની, મહેશચંદ્રના નાનાભાઈના પત્ની, ઉર્વશી પ્રથમેશકુમાર પાઠક (મુંબઈ), કુંજનભાઈ (ગાયત્રી પાન-રેલ્વે ફાટક), ચિંતનભાઈના માતા, મેઘાબેન તથા ભૂમિબેનના સાસુ, સ્વ.ઘનશ્યામભાઈ કાનજીભાઈ પાઠક (સણોસરા)ના પુત્રી, ડો.દિવ્યકાંતભાઈ (પાલીતાણા), રાજુભાઈ (સણોસરા), છાયાબેન જનકકુમાર દવે (ભાવનગર), વંદુબેન જીજ્ઞેશકુમાર રાવલ (દામનગર)ના બહેનનું તા.29ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.31ને ગુરૂવારે સાંજે 4 થી 6, નિવાસ સ્થાને, બાલાજીનગર, નેસડા રોડ ખાતે છે.

 

 

 

અંજારના પૂર્વ નગરસેવક મધુભાઈનું અવસાન

અંજાર: મુળ ભદ્રેશ્વરના દૈયા ગાંધી પરિવારના હાલ અંજાર વસવાટ કરતા રાજાશાહીના સમયથી દેશી દવા અને ગાંધીયાણુના વ્યવસાયને કારણે ગાંધી તરીકે ઓળખ ધરાવતા હીરજી તેજપાર ગાંધીના પ્રપૌત્ર મધુભાઈનું લાંબી બીમારી બાદ અંજાર મધ્યે તા.ર9ના અવસાન થયુ છે. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતા છોડી જતા પરિવાર અને સમાજમાં શોક છવાયો. 1961 પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા ત્યારબાદ વર્લી કેમીકલ્સએ અત્યારની વોકહાર્ટ અને બાદમાં ફાઈઝર ડયુમેક્સમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ તરીકે કારકિર્દીની શરૂઆત કરી પણ અંજારમાં પિતા વિરજીભાઈ અને દાદા ત્રિકમજીના આગ્રહને માન આપી વતન પરત ફરી રાજાશાહી વખતનું પરંપરાગત એક સૈકા જુનો વારસાગત ધંધો અપનાવી પોતાની ભણતર કોઠાસૂઝને કારણે કાંટલુ, ગરમ મસાલા, દેશી ઉપચારને આધુનિક રંગ આપી નવી માર્કેટ ઉભી કરી નામના મેળવી અંજારનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવતા વિજયી બની નગરસેવક તરીકે પાંચ વર્ષ સેવા 198પથી આપી. 1998ના વાવાઝોડા અને ર0ર1ના ભૂકંપ દરમિયાનની કામગીરીમાં ફરજ બજાવેલી. અંજારની જુની મર્ચન્ટ એસોસિએશનના સભ્ય હતા. ભૂકંપ બાદ રિટેલ એસોસિએશનની સ્થાનિક રચના કરેલી. અંજાર જી.આઈ.ડી.સી.ના પ્રમુખપદે કાર્યશૈલી રચનાત્મક અને નોંધનીય રહી હતી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.31ને ગુરૂવારે સાંજે પ થી 6 ગુર્જર ક્ષત્રિય સમાજની વાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક