• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

avshan nodh

કુવાડવા: સ્વ.કંચનબેન તથા સ્વ.છેલશંકર ઘેલારામ પંડયાના પુત્ર તે પ્રફુલભાઈ, અરૂણભાઈ, જ્યોત્સનાબેન, કુંદનબેન અને પરેશભાઈના ભાઈ, સુરેશભાઈ છેલશંકર પંડયા (ઉ.વ.પ9)નું તા.ર9ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા.31મીએ 4 થી 6 લોહાણા મહાજનવાડી, કુવાડવા ખાતે રાખેલ છે.

રાજકોટ: મહેશભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.60) (બેંક ઓફ ઈન્ડિયા) તે જ્યોતિબેનના પતિ, અપૂર્વ અને પ્રાચીના પિતાશ્રી તથા મુકેશભાઈ, નિલેશભાઈ અને શૈલેષભાઈના મોટાભાઈનું તા.ર8/7/રપના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.1/8/રપને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાન, જય જગદીશ, ઈન્દ્રપ્રસ્થનગર-4, આલાપ ગ્રીન સીટી પહેલા પરશુરામ મારબલ પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.70167 37060 (અપૂર્વભાઈ)

રાજકોટ: છત્રાસા નિવાસી હાલ રાજકોટ સ્વ.દામોદરભાઈ લીલાધરભાઈ અવલાણીના પુત્ર સ્વ.કનકરાય અવલાણીના પત્ની તે અમિત, સુનીતા, જીજ્ઞેશભાઈ શાહ, જલ્પાબેનના માતુશ્રી અને જીજ્ઞેશભાઈ નટવરલાલ શાહના સાસુ રંજનબેન કનકરાય અવલાણી (ઉ.76)નું તા.ર8મીએ અવસાન થયું છે. ઉઠમણુ તા.31મીએ સવારે 10-00 કલાકે સંભવનાથ સંઘ જૈન ઉપાશ્રય, નંદન પાર્ક, બાપાસીતારામ ચોક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પ્રાર્થનાસભા તા.31ના સવારે 11.30 કલાકે મલબાર હિલ્સ હોલ, ઈસ્કોન મંદિર આગળ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

રાજકોટ: ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ દમયંતીબેન કેશવલાલ ભટ્ટ (લંડન) (ઉં.93) તે ભાસ્કરભાઈ, નિલેશભાઈ, લલિતભાઈ, અતુલભાઈ, જ્યોતીભાઈ, સ્વ.પૂર્ણિમાબેન બી. જાની, અંજુબેન બી. ત્રિવેદી તથા નીશુબેન પુરોહિતના માતુશ્રી તેમજ અનિલભાઈ મોહનલાલ ભટ્ટ, સ્વ.રજનીકાંત એમ. ભટ્ટ, ચંદ્રીકાબેન મુકુંદરાય જાની, ક્રિષ્નાબેન એમ.ભટ્ટ (ધ્રોલ)ના બહેનનું તા.ર3મીએ અવસાન થયું છે. સસુર પક્ષનું તથા પિયર પક્ષનું બેસણુ તા.31મીએ 4 થી પ કોમ્યુનિટી હોલ (મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી) ચંદનપાર્ક કર્મચારી સોસાયટી મેઈન રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: નરેન્દ્રભાઈ હીરાલાલ ગોહેલ (ઉ.69) તે ભગવાનજીભાઈના મોટાભાઈ, નિલેશભાઈ નટવરલાલ ગોહેલ, વિક્રમભાઈ ચંદુભાઈ ગોહેલ અને વિશાલભાઈ ચંદુભાઈ ગોહેલના કાકાનું તા.ર8ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.31મીએ 4 થી 6 ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

જૂનાગઢ: મેઘપુર નિવાસી રમાબેન તે રસીકભાઈ પ્રભુદાસ કેલૈયાના પત્ની તેમજ કાન્તિલાલ પ્રભુદાસના ભાભી અને કમલેશભાઈના માતુશ્રી તેમજ કુંજબિહારી, રવિના ભાભુ, તપસ તેમજ ઋષિના દાદીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સવારે 9 થી 5 બ્રહ્મભટ્ટ સમાજે, મેઘપુર ખાતે રાખેલ છે.

રાજકોટ: ઈલાબેન (ઉ.69) તે સ્વ.ભગવાનજીભાઈ મકનજીભાઈ સંઘરાજકાની પુત્રી તેમજ સ્વ.જ્યોત્સનાબેન બી.દેસાઈ, વિદ્યુતબેન પી.કોટેચા, સ્વ.હીનાબેન એસ.મેહતા તેમજ ભરતભાઈ બી.સંઘરાજકાના બહેનનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ને ગુરૂવારે સવારે 11 વાગ્યે દિગંબર જૈન મંદિર, શાત્રી મેદાન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: શ્રીનાથ એન.જોષીના પુત્રી અનસુયાબેન (ઉ.75) તે લોહાણા વિકાસ ગૃહના નિવૃત્ત શિક્ષિકા અને નવદુર્ગા ગરબી મંડળ કોલેજવાડીના સંચાલક તે અધિક સરકારી વકીલ મહેશભાઈ જોષી, મનીષભાઈ જોષી તથા દુષ્યંતભાઈ જોષીના ફૈબાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ને ગુરૂવારે સાંજે થી 4-30 તેમના નિવાસ સ્થાન, મોટી ટાંકી વિસ્તાર, સુશીલ નિવાસ, 1 કોલેજ વાડી, કોટક ગર્લ્સ સ્કૂલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

ગોંડલ: બ્રહ્મક્ષત્રિય ઉર્મિલાબેન દિનેશકુમાર બોસમીયા (ઉ.68)(ચેમ્બુર મુંબઈ) તે સ્વ.પ્રભુદાસ ગોકળદાસ પડિયા (ગોંડલ)ના દીકરી તથા જગદીશભાઈ, મુકેશભાઈ, ચંદ્રકાંતભાઈ, ઉમેશભાઈના બહેનનું તા.26ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.31ને ગુરૂવારે સાંજે 5 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વેરી દરવાજા પાસે, હવેલી શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.

રાજકોટ: વાલમ બ્રાહ્મણ મૂળ જેતલસર (જં.) હાલ જેતપુર નિવાસી જયસુખરાય પી. જોષી (ઉ.91) (નિવૃત્ત રેલવે લોકો. ડ્રાઇવર)તે પુષ્પાબેનના પતિ, રાજુભાઇ, મનોજભાઇ અને પ્રતીક્ષાબેન જીતુકુમાર ભટ્ટના પિતા, જ્યોત્સનાબેન દવે, ભારતીબેન ઉપાધ્યાયના સસરા, સિધ્ધાર્થ અને જયમીનના દાદાનું અવસાન થયું છે. બેસણું તા.31ને ગુરૂવારે સાંજે 4 થી 6 ગાયત્રી મંદિર, કોટડીયા વાડી, જેતપુર ખાતે રાખ્યું છે.

જામનગર: નવીનચંદ્ર જગજીવનભાઇ સંઘવી (ઉ.85) તે ભાવનાબેનના પતિ તથા પ્રીતિબેન, જીજ્ઞાબેન તથા સમીરના પિતાનું તા.29ના રોજ અવસાન થયું છે. ઉઠમણું: તા.30ના રોજ સવારે 8-30 કલાકે વરીયાનો ડેલો, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ચાંદી બજાર, જામનગર ખાતે રાખેલ છે.

જૂનાગઢ: પ્રવીણચંદ્ર ભગવાનજી તન્ના તે સ્વ. ભગવાનજી તુલસીદાસ તન્નાના પુત્ર, રૂપલબેન સંજયકુમાર મશરૂના પિતા તથા સ્વ. હરસુખલાલ, સ્વ. નવનીતભાઇ, સ્વ. જીતેન્દ્રભાઇ, નિતીનભાઇ, સ્વ. મંજુલાબેન રાયઠઠ્ઠા (જામજોધપુર), મધુબેન રાડીયા (આદિત્યાણા)ના ભાઇનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું: સાદડી તા.31ના સાંજે 4-30 થી 6 લોહાણા મહાજન વાડી, ગિરનાર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

રાજકોટ: ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ  વતન લાઠી, હાલ રાજકોટ નિવાસી દિવાકરભાઇ મૂળશંકરભાઇ પંડયા (ઉ.79)તે સ્વ. મૂળશંકર ગૌરીશંકર પંડયાના પુત્ર, ડો.એસ.એમ. પંડયા, સ્વ. શૌનકભાઇ, સ્વ. પરાશરભાઇ, ખેમશંકર તથા પ્રિયવંદાબહેન, જયશ્રીબેન, રેણુકાબેન, મીનાબેનના ભાઇ, નિમિષ પંડયા (સીટીઝન બેંક), હેતાબહેન, મેઘાબહેન, ગીરાબહેન, (પી.જી.વી.સી.એલ.)નાં પિતા તથા દિવ્યાંશના દાદાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.31ને ગુરૂવારે સાંજે 4 થી 6 સોમનાથ મહાદેવ મંદિર, ગુ.રૂ.હા. બોર્ડ (ગૌરવ પાર્ક), એ.જી. સોસાયટી પાછળ, પુષ્કરધામ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

અમરેલી: સ્વ. ધીરૂભાઇ રતીલાલ સોઢાના પત્ની, વિજયાબેન તે દીપકભાઇ, જીતુભાઇના માતુશ્રી તથા વિશાલ અને શુભમના દાદીનું તા.28ના રોજ વડોદરા ખાતે અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.31ને ગુરૂવારે સાંજે 4 થી 6 દશા શ્રીમાળી જૈન મહાજન વાડી, યુનિટ-2, અમરેલી ખાતે રાખેલ છે.

પોરબંદર: રંજનબેન (ઉ.68) તે સ્વ. નયનભાઇ ઓધવજીભાઇ દુબલના પત્ની તથા દર્શનભાઇ અને દિપ્તીબેનના માતુશ્રી તથા સ્વ. અમુભાઇ અને સ્વ. નટુભાઇના ભાઇના પત્ની તેમજ કિશોરભાઇ અને સગુણાબેનના ભાભીનું તા.29-7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.31ને ગુરૂવારે 4 થી 4-30 શ્રીબ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ ભવન-2, ખાખ ચોક ખાતે ભાઇ-બહેનોનું સંયુક્ત રાખેલ છે.

મોરબી: મનસુખલાલ વ્રજલાલ પોપટ (બચુભાઇ બેલાવળા) (ઉ.86) તે ગિરજાબેનના પતિ, સ્વ. હરગોવિંદભાઇ અને હસુભાઇના ભાઇ તેમજ અનિલભાઇ, શૈલેષભાઇ, ખુશાલભાઇના પિતા તેમજ કપિલભાઇ, પ્રતિકભાઇ અને જયભાઇના દાદાનું તા.28ના રોજ અવસાન થયું છે. બેસણું: શુક્રવાર તા.1ના રોજ સાંજે 4 થી 6 લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે ‘સસુર પક્ષની સાદડી સાથે જ રાખેલ છે.

સાવરકુંડલા: ઉકાભાઇ ભવાનભાઇ ડોબરિયા (ઉ.76) તે ભુપતભાઇ અને દુલાભાઇ, ડોબરીયાના ભાઇ તથા શૈલેષભાઇ ડોબરીયાના પિતાનું તા.28ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.1ને શુક્રવારે સવારે 8 થી 5 પટેલ વાડી, વજલપરા, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

જેતપુર: જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા નિવાસી રામજીભાઇ (રસિકભાઇ) ગોવિંદભાઇ સુરાણી (ઉ.71) તે પ્રવિણભાઇના પિતાનું તા.27ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.31ને ગુરૂવારના રોજ સવારે 7 થી સાંજના 6 સુધી તેમના નિવાસસ્થાને રામજી મંદિર પાસે, બોરડી સમઢીયાળા ગામે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક