• ગુરુવાર, 02 મે, 2024

જામનગરના ત્રણ શખસ રાજસ્થાન બોર્ડરે રૂા.1.07 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા

કારની તલાશી લેતા 1072 ગ્રામ M.D. ડ્રગ્સ મળ્યું

જામનગર તા.18: લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજયને જોડતી ચેકપોસ્ટ પર ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસ ચેકીંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલ જામનગર પાસિંગની જીજે 10 ડીજે 3448 નંબરની ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1072 ગ્રામ મેથાએમ્ફેટામાઈન (એમ.ડી.) નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખસો ઝડપાયા છે તેમાં ઈસાક આરિફભાઈ બ્લોચ (રે.અમન સોસાયટી), સોહેલ ઓસમાણભાઈ સંધી (રે.નદીપા વિસ્તાર) તથા અસલમ અબ્દુલસતાર દરજાદા (રે. ટીટોડીવાડી, ખોજા ગેઈટ નાકા પાસે) જેઓ તમામ જામનગરના રહેવાસી છે. પોલીસે આ મામલે આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એકટની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા ? તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક