• ગુરુવાર, 02 મે, 2024

મહિલા વન ડેમાં 300 ઉપરનો સ્કોર ચેઝ કરનાર શ્રીલંકા પહેલી ટીમ દ. આફ્રિકા વિ. 302 રનનો વિજય લક્ષ્ય 33 દડા બાકી રાખી પાર પાડયો

ચમારી અટાપટ્ટુના રેકોર્ડબ્રેક 195* રન

આફ્રિકાની લોરા વોલ્વાર્ડટની 184* રનની ઇનિંગ એળે

પોચફસટ્રુમ (દ. આફ્રિકા) તા.18: મહિલા વન ડે મેચમાં પ્રવાસી ટીમ શ્રીલંકાનો દ. આફ્રિકા સામે વિશ્વ વિક્રમી વિજય થયો છે. અનુભવી ઓપનિંગ બેટર ચમારી અટાપટ્ટુની અણનમ અને રેકોર્ડબ્રેક 19પ રનની ઇનિંગથી શ્રીલંકાએ મહિલા વન ડે ઇતિહાસનો સૌથી મોટો વિજય લક્ષ્યાંક સર કરીને જીત મેળવી હતી. પ્રથમ દાવ લેનાર દ. આફ્રિકાની મહિલા ટીમે પ0 ઓવરમાં પ વિકેટે 301 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ 33 દડા બાકી રાખીને 44.3 ઓવરમાં 4 વિકેટે 30પ રન કરીને શ્રેણીના ત્રીજા અને આખરી વન ડે મેચમાં જીત મેળવી હતી. મહિલા વન ડે ક્રિકેટમાં પહેલીવાર કોઇ ટીમે 300 કે તેથી વધુ રનનો વિજય લક્ષ્ય પાર કર્યોં છે.

શ્રીલંકા તરફથી ચમારી અટાપટ્ટુએ 13પ દડામાં 29 ચોકકા અને પ છકકાથી 19પ રનની અણનમ ઇનિંગ રમી હતી.  તેની આ ઇનિંગે દ. આફ્રિકાની કપ્તાન લોરા વોલ્વાર્ડટની અણનમ 184 રનની ઇનિંગ પર પાણી ફેરવી દીધું હતું. લોરાએ 147 દડામાં 23 ચોકકા અને 4 છકકાથી 184 રન બનાવ્યા હતા.

મહિલા વન ડેમાં આ પહેલા 2012માં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ 289 રન ચેઝ કર્યાં હતા. જે રેકોર્ડ તૂટયો છે. ક્રિકેટ ઇતિહાસમાં રન ચેઝ કરતી વખતે ચમારી અટાપટ્ટુનો 19પ રનનો સ્કોર બીજા ક્રમે છે. તેનાથી આગળ ફકત ગ્લેન મેકસવેલ (201*) છે.

શ્રીલંકા અને દ. આફ્રિકાની મહિલા ટીમ વચ્ચેની ત્રણ વન ડે મેચની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક