• ગુરુવાર, 02 મે, 2024

ઇમ્પેકટ પ્લેયર નિયમથી ભારતીય ક્રિકેટને નુકસાન : રોહિત

આથી ઓલરાઉન્ડરોનો વિકાસ અટકી જશે : વિશ્વ કપ ટીમની પસંદગી સંદર્ભે દ્રવિડ-અગરકર સાથે ચર્ચા કરી નથી : તટસ્થ સ્થળે પાકિસ્તાન વિ. રમવામાં વાંધો નહીં

નવી દિલ્હી, તા.18 : ટીમ ઇન્ડિયાનાં ત્રણેય ફોર્મેટના કેપ્ટન રોહિત શર્માએ યુ ટયૂબના એક શોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ, ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમ અને આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ પર ખૂલીને વાત કરી હતી.

રોહિત શર્મા આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમની તરફેણમાં નથી. તેનું માનવું છે કે આથી શિવમ દૂબે અને વોશિંગ્ટન સુંદર જેવા ક્રિકેટર બોલિંગમાં તેમનું કૌશલ બતાવી શકતા નથી. આથી દેશમાં ઓલરાઉન્ડ ખેલાડીઓનો વિકાસ અટકી જશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ 2023 સીઝનમાં લાગુ કરાયો હતો. જેમાં દરેક ટીમ કોઈપણ એક ખેલાડીને બાદમાં મેદાનમાં ઉતારી શકે છે. જે બારામાં રોહિત શર્મા કહે છે આથી ઓલરાઉન્ડરનો વિકાસ અટકી જશે. ક્રિકેટ 11 ખેલાડીની રમત છે. તે 12 ખેલાડીની નથી. હું ઇમ્પેક્ટ પ્લેયરનો પ્રશંસક નથી. થોડાં મનોરંજન માટે ક્રિકેટને ઘણું નુકસાન થઈ રહ્યંy છે. ભારતીય ટીમ માટે આ સારી નિશાની નથી.

આ મુલાકાત દરમિયાન કપ્તાન શર્માએ જૂનમાં રમાનાર ટી-20 વિશ્વ કપ માટેની ભારતીય ટીમની ચાલી રહેલી અટકળો પર કહ્યંy કે મારી આ બારામાં કોચ રાહુલ દ્રવિડ કે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે કોઇ ચર્ચા થઈ નથી. જે ખબરો સામે આવ્યા છે તે ખોટા છે. હું કોઈને નથી મળ્યો. અજીત દુબઈમાં ગોલ્ફ રમી રહ્યો છે અને રાહુલભાઈ તેમનાં બાળકોને સંભાળી રહ્યાં છે.

પાકિસ્તાન વિરુદ્ધ તટસ્થ સ્થળ પર ટેસ્ટ મેચ રમવામાં રોહિત શર્માને કોઈ સમસ્યા નથી, કારણ કે તે શાનદાર મુકાબલો બની રહેશે. રોહિતે જણાવ્યું કે અમે પાક. સામે આઇસીસી ટ્રોફીઓમાં રમીએ છીએ. મને કોઈ તટસ્થ સ્થળે તેમની સાથે રમવાનો વાંધો નથી, હું આ વાત ફક્ત ક્રિકેટની દૃષ્ટિએ કરી રહ્યો છું. દ્વિપક્ષી શ્રેણી પર આખરી ફેંસલો સરકારે લેવાનો હોય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક