• ગુરુવાર, 02 મે, 2024

CSKમાં ઇંગ્લેન્ડનો ઝડપી બોલર રિચર્ડ ગ્લીસન સામેલ ઇજાને લીધે ડવેન કોન્વે ઈંઙકમાંથી આઉટ

ચેન્નાઇ, તા.18: ન્યુઝિલેન્ડનો અનુભવી ઓપનિંગ બેટ્સમેન ડવેન કોન્વે ઇજાને લીધે આઇપીએલની પૂરી સીઝનની બહાર થઈ ગયો છે. આથી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમમાં તેના સ્થાને ઇંગ્લેન્ડના ઝડપી બોલર રિચર્ડ ગ્લીસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડવેન કોન્વેને ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના બીજા ટી-20 મેચ દરમિયાન હાથના અંગૂઠામાં ઇજા થઈ હતી. આ પછી તેને સર્જરી કરાવવી પડી હતી. સીએસકેને આશા હતી કે આ કિવિ બેટર મે મહિના સુધીમાં ફિટ થઇને ટીમ સાથે જોડાય જશે, પણ કોન્વે આ ઇજામાંથી હજુ સુધી બહાર આવી શકયો નથી. આથી તે આઇપીએલ-2024માંથી બહાર થયો છે. ગત સીઝનમાં ચેન્નાઈને ચેમ્પિયન બનાવવામાં કોન્વેનું મોટું યોગદાન હતું. તેણે 1પ મેચમાં પ1ની એવરેજ અને 140ની સ્ટ્રાઇક રેટથી ટીમ તરફથી સર્વાધિક 672 રન બનાવ્યા હતા. ફાઇનલમાં તે 47 રનની આક્રમક ઇનિંગ રમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 

બીજી તરફ રિચર્ડ ગ્લીસન 36 વર્ષનો છે. તેણે 2022માં 34 વર્ષની વયે ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં તેણે 8 દડામાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંતની વિકેટ લીધી હતી. તેનાં નામે 90 ટી-20 મેચમાં 101 વિકેટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક