• શનિવાર, 27 જુલાઈ, 2024

ન્યૂઝિલેન્ડને હરાવી ભારતથી આગળ નીકળ્યું બંગલાદેશ WTC પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાન હજી પણ ટોચ ઉપર યથાવત

નવી દિલ્હી, તા. 2: બંગલાદેશે ન્યૂઝિલેન્ડને પહેલા ટેસ્ટ મેચમાં હરાવીને મોટી ઉલટફેર કરી દીધી છે. આ જીતનું ઈનામ ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં મળ્યું છે. બંગલાદેશ ડબલ્યુટીસી પોઇન્ટ ટેબલમાં ભારતની ઉપર બીજા ક્રમાંકે પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન ટોચનાં સ્થાને યથાવત્ છે. બંગલાદેશ અને પાકિસ્તાનનો 100 ટકા જીતનો રેકોર્ડ છે જ્યારે હાર સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના ત્રીજાં સંસ્કરણની શરૂઆત કરનારી ન્યૂઝિલેન્ડની ટીમ આઠમા ક્રમાંકે છે. 

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના ત્રીજાં સંસ્કરણની શરૂઆત દક્ષિણ આફ્રિકાને છોડીને તમામ ટીમોએ કરી લીધી છે. પાકિસ્તાને શ્રીલંકા સામે રમેલી એકમાત્ર ટેસ્ટ શ્રેણીને 2-0થી જીતીને પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન મેળવ્યું છે જ્યારે બંગલાદેશ ન્યૂઝિલેન્ડને હરાવીને બીજા ક્રમાંકે છે. રોહિત શર્માની આગેવાનીની ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે એકમાત્ર શ્રેણી રમી છે. જેમાં પહેલો મેચ ભારતે ઇનિંગ અને 141 રનના અંતરે જીતી લીધો હતો. જો કે બીજો ટેસ્ટ મેચ ડ્રો થતા ભારત 66.67 ટકા અંક સાથે ત્રીજા ક્રમાંકે છે. ભારત બાદ ડબલ્યુટીસી પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ચોથા, વેસ્ટ ઇન્ડિઝ પાંચમા અને ઇંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે.

સિલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં બંગલાદેશે પહેલી ઇનિંગમાં 310 રન કર્યા હતા. જેના જવાબમાં સાત રનની મામુલી સરસાઈ સાથે કીવી ટીમે 317 રન કર્યા હતા. બંગલાદેશે બીજી ઇનિંગ338 રન કર્યા હતા અને ન્યૂઝિલેન્ડ સામે જીત માટે 332નું લક્ષ્ય રાખ્યું હતું. આ સ્કોર સામે કીવી ટીમ 181 રનમાં જ સમેટાઈ હતી. બંગલાદેશની જીતનો હીરો તૈજુલ ઈસ્લામ રહ્યો હતો. જેણે બન્ને ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024