• શુક્રવાર, 09 મે, 2025

ઇંગ્લેન્ડ પ્રવાસમાં શુભમન ગિલ ટીમ ઇન્ડિયાનો ઉપકપ્તાન ? નબળી ફિટનેસને લીધે બુમરાહને કોઇ જવાબદારી સોંપાશે નહીં

નવી દિલ્હી તા.6: આઇપીએલના એક સપ્તાહ બાદ ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ પ્રવાસે જવાનું છે. જયાં ભારતીય ક્રિકેટ ટીમ પાંચ ટેસ્ટની સિરીઝ રમવાની છે. જે 202પ-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત હશે. રોહિત શર્માની ટીમ પાછલી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની શ્રેણી 1-3થી હારી હતી. આ સિરીઝમાં બુમરાહ સિવાયના મોટાભાગના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા અથવા સરેરાશ દેખાવ કરી શકયા હતા. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બુમરાહ ટીમ ઉપકપ્તાન હતો અને બે મેચમાં સુકાન પણ સંભાળ્યું હતું.

જો કે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે બીસીસીઆઇ ઇંગ્લેન્ડ પ્રવાસમાં બુમરાહને કોઇ જવાબદારી સોંપવા ઈચ્છુક નથી. કારણ કે તેની નબળી ફિટનેસ છે. આથી શુભમન ગિલ જેવા કોઇ યુવા ખેલાડીને ઉપસુકાની પદ સોંપવાની યોજના બીસીસીઆઇ બનાવી રહ્યું છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર મુખ્ય ઝડપી બોલર બુમરાહ પર કોઇ દબાણ ઇચ્છતા નથી. આ ઉપરાંત તેને શ્રેણીના પાંચે પાંચ ટેસ્ટમાં રમાડાશે પણ નહીં, જેથી તે ફિટ રહે. આથી રોહિત શર્માના ડેપ્યૂટી તરીકે એવા ખેલાડીની શોધ છે જે પાંચે પાંચ ટેસ્ટ માટે ઉપલબ્ધ હોય. શુભમન ગિલને ભવિષ્યનો કપ્તાન માનવામાં આવે છે. આથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બુમરાહના બદલે ગિલ ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન હોઇ શકે છે. આ ઉપરાંત ઋષભ પંત અને કેએલ રાહુલ પણ આ પદના દાવેદાર ખેલાડી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અપ્રમાણસર સંપત્તિ કેસમાં CBIએ IRS અધિકારીના રહેણાક સહિતના 11 સ્થળે તપાસ કરી May 09, Fri, 2025