અમદાવાદ, તા. 8:સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં 2005 બેચના આરોપી આઇઆરસી અધિકારીના રહેણાંક અને સત્તાવાર પરિસર, જેમાં જયપુર, અમદાવાદ અને ગાંધીનગરના અગિયાર સ્થળોએ તપાસ કરી રહી છે.
અધિકારી પર એવો આરોપ મૂકવામાં
આવ્યો હતો કે આરોપીએ ગેરકાયદે રીતે પોતાને સમૃદ્ધ બનાવ્યા છે અને તેમની પાસે તેમના
આવકના સ્ત્રોતો કરતાં વધુ નાણાકીય સંસાધનો છે. એવો પણ આરોપ છે કે આરોપી આઇઆરએસ અધિકારીની
પત્નીએ 1,31,58,291.11 રૂપિયા એટલે કે તેમની આવકના જાણીતા અને કાયદેસર સ્ત્રોતોના
156.24 ટકાની અપ્રમાણસર સંપત્તિ મેળવવામાં મદદ કરી હતી. વધુમાં એવો પણ આરોપ છે કે આરોપીઓએ
જયપુર, અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈમાં મિલકતો હસ્તગત કરવામાં ગેરકાયદે રીતે કમાયેલા
નાણાંનું રોકાણ કર્યું હતું. આ કેસની તપાસના ભાગરૂપે, જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં
આરોપી અને તેના સાથીઓના પરિસર સહિત 11 સ્થળોએ વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.