નવી દિલ્હી તા.20: ગઇકાલના મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદનો 6 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં સનરાઇઝર્સના મીડીયમ પેસ બોલર હર્ષલ પટેલે આઇપીએલ ઈતિહાસમાં સૌથી ઓછા દડામાં 1પ0 વિકેટ પૂરી કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ મામલે તેણે લાસિથ મલિંગાને પાછળ રાખી દીધો છે. હર્ષલ પટેલે એલએસજીના બેટર એડન માર્કરમ (61 રન)ને બોલ્ડ કરીને તેની 1પ0 વિકેટ પૂરી કરી હતી. તેણે 2381 દડામાં 1પ0 વિકેટ લીધી છે અને નવો આઇપીએલ રેકોર્ડ બનાવ્યો છે. લાસિથ મલિંગાએ 2444 દડામાં અને સ્પિનર યજુર્વેન્દ્ર ચહલે 2પ43 દડામાં 1પ0 વિકેટ પૂરી કરી હતી. હર્ષલ પટેલે 117 મેચમાં 1પ0 વિકેટ લીધી છે.
આઇપીએલમાં
ઓછા
દડામાં
1પ0 વિકેટ
2381
દડા હર્ષલ પટેલ
2444
દડા લાસિથ મલિંગા
2પ43
દડા યજુર્વેન્દ્ર ચહલ
26પ6
દડા ડવેન બ્રાવો
2832દડા જસપ્રિત બુમરાહ