• ગુરુવાર, 02 મે, 2024

શિલ્પા - રાજ કુંદ્રાની 98 કરોડની સંપત્તિ જપ્ત

બિટકોઇન પોંજી સ્કિમમાં ઇડીની કાર્યવાહી, મુંબઈ-પુનાનો કરોડોનો બંગલો સામેલ

મુંબઈ, તા.18 : બિટકોઇન પોંજી સ્કિમ સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી કરતાં ઇડીએ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સાથે સંકળાયેલી 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં જુહૂ સ્થિત એક બંગલો સામેલ છે જે શિલ્પાને નામે છે. ઉપરાંત પૂણે સ્થિત એક બંગલો અને રાજ કુંદ્રાને નામે રહેલા કેટલાક શેર જપ્ત કરવામાં આવ્યા છે.

બિટકોઇન પોંજી સ્કિમમાં ઇડીની મુંબઈ બ્રાંચે પીએમએલએ એકટ હેઠળ શિલ્પા અને રાજ કુંદ્રાની સંપત્તિની જપ્તીની કાર્યવાહી કરી હતી. કુલ રૂ.97.79 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઇડીએ મહારાષ્ટ્રમાં અલગ અલગ એફઆઇઆરને આધાર બનાવીને પીએમએલએ અંતર્ગત તપાસ શરૂ કરી છે.

આરોપ છે કે મેસર્સ વેરિએબલ ટેક પ્રા.લી., દિવંગત અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિંપી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય એમએલએમ એજન્ટોએ આશરે 6600 કરોડના બિટકોઈન ર017માં નકલી વાયદાના આધારે રોકાણકારો પાસેથી મેળવ્યા હતા જેમને 10 ટકા રિર્ટનની ખાતરી અપાઈ હતી. આ પોંજી સ્કિમમાં આરોપ છે કે રાજકુંદ્રા માસ્ટર માઇન્ડ હતો અને તેણે ર8પ બિટકોઇન મેળવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક