• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

અમદાવાદ બેંકમાં નોકરીની લાલચ આપી રાજકોટની સગીરા સહિત 2 ને દેહવ્યાપારમાં ધકેલવાનો પર્દાફાશ

            યુવતીએ હિંમત દાખવતા પોલીસે બન્નેને મુક્ત કરાવી, બે મહિલા સહિત છ સામે ગુનો

અમદાવાદ, તા.6: અમદાવાદમાં બહારથી યુવતીઓ આવી પીજીમાં રહીને નોકરી કરતી હોય છે ત્યારે ત્રી સુરક્ષાને લઈને રાજ્યમાં ફરીવાર સવાલો ઉભા થયાં છે. રાજકોની સગીરા અને યુવતીને નોકરીની લાલચે અમદાવાદ હોટેલમાં ગેંધી રાખી દેહ વ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, એક યુવતીએ તેના પરિવાર અને પોલીસને જાણ કરતાં પોલીસે હોટેલમાં રેડ કરી સગીરા સહિત બન્નેને બચાવી લીધી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટની એક સગીરા અને યુવતીને બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી નિકોલની પી.વી.આર હોટલ ખાતે ગેરકાયદે ગોંધી રાખી હતી. તેમને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ર4 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ તેના પરિવાર અને પોલીસને આ સમગ્ર બાબતે જાણ

કરી હતી.

ફરિયાદ આધારે રાજદીપસિંહ જાડેજા, મમતા પટેલ, બ્રીજરાજસિંહ ચૌહાણ, લાલા, સોનલ અને મહેશ નામના આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદની નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રોજગાર માટે યુવતીઓને મોટી લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવાના કરતૂતનો પર્દાફાશ થયો છે. બનાવની વિગતો જોઈએ તો અમદાવાદના નિકોલમાં આવેલી પી.વી.આર. હોટલ ખાતે ગોંધી રાખવામાં આવેલી ર4 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ જણાવ્યું કે, તે અને તેની એક સગીર મિત્રને રાજદિપસિંહ જાડેજા, માહી ઉર્ફે મમતા પટેલ, બ્રીજરાજસિંહ ચૌહાણ, લાલાભાઈ અને સોનલબેન તેમજ મહેશભાઈએ બેંકમાં નોકરી અપાવવાનું વચન આપી અમદાવાદ લાવ્યા હતા. જો કે, અમદાવાદ પહોંચ્યા બાદ આ યુવતીઓને નિકોલની પી.વી.આર. હોટલમાં ગેરકાયદે રીતે ગોંધી રાખવામાં આવી હતી અને તેમને દેહવેપાર માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આરોપીઓએ તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી તે ડરના લીધે આ કૃત્યમાં સામેલ થવા મજબૂર થઈ હતી. જો કે, યુવતીએ હિંમત દાખવી પરિવાર અને નિકોલ પોલીસને જાણ કરી હતી. જેથી નિકોલ પોલીસે તાત્કાલિક હોટલ પર રેડ કરી, બન્નેને મુક્ત કરાવી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપીઓની ધરપકડ માટે ટીમો રચવામાં આવી છે અને હોટલના રેકોર્ડ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક