પોલીસે તપાસ હાથ ધરી: ભક્તોમાં ભારે રોષ
જામનગર,
તા.5: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે 3 મંદિરના તાળા તોડી તસ્કરો
44,650નો મુદ્દામાલ ઉઠાવી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ભક્તોમાં ભારે રોષ
જોવા મળી રહ્યો છે.
કાલાવડ
તાલુકાના મકાનજી મેઘપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીખાભાઇ બાબુભાઇ ગોલતર (31)
અને અન્ય ગ્રામજનો મકાજી મેઘપર ગામમાં વાછરા દાદાના મંદિર ઉપરાત મચ્છુ માતાના મંદિર
તેમજ મેલડી માતાજીના મંદિરમાં સેવા પૂજા કરે છે જે ત્રણેય મંદિરોને ગત 1 ઓગસ્ટની રાત્રીથી
2 તારીખના વહેલી સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં
તસ્કરોએ સૌ પ્રથમ વાછરા દાદાના મંદિરમાં પ્રવેશ કરી લઇ દાનપેટીનું તાળું તોડી તેમાં
રહેલી અંદાજે 30,000ની રોકડ અને 1 સોનાનો પારો ઉઠાવી ગયા હતા. જેની કિંમત 12,000 રૂપિયા
ગણાય છે.
આ ઉપરાંત
બાજુમાં જ આવેલાં મચ્છુ માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવેલી પરચુરણ
રકમ તેમજ મેલડી માતાજીના મંદિરમાં રહેલી દાન પેટીમાંથી 2,500 થી વધુની રકમ મળી કુલ
44,650ની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવતા ગ્રામ્ય
વિભાગના પીએસઆઇ ડી.બી. રાંકજા ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા. ઉંડાણ પૂર્વકની
તપાસ શરૂ કરી છે.