• રવિવાર, 01 જૂન, 2025

દુષ્કર્મ આચરનાર અને ભોગ બનનારની માતાને 20 વર્ષની સજા

ધોરાજી તા. 21: ભાયાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં પિયુષ કિશોરભાઇ પટેલને દુષ્કર્મ કરવા માટે તથા ભોગ બનનારની માતાને મદદગારી કરવા માટે 20 વર્ષની સજા ફરમાવતી ધોરાજી કોર્ટ બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની ફઇબાએ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવેલી હતી કે, ફઇબાના ઘરે પિતૃકાર્ય હતું ત્યારે ભોગ બનનાર તેને ત્યાં આવેલી હતી. ગુમસુમ જણાતા ભોગ બનનારને પૂછતા તેણીએ જણાવેલું હતું કે, ભોગ બનનારની માતા તેણીને ધરારથી મોબાઇલની દુકાન ધરાવતા પિયુષ કિશોરભાઇ પટેલ સાથે મોકલે છે અને આ પિયુષ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરે છે તે પિયુષ એચઆઇવી ગ્રસ્ત છે અને ભોગ બનનારની માતા આ કામ માટે પિયુષ પાસેથી પૈસા પણ લે છે. જે બાબતની તત્કાલીન પીએસઆઇ દર્શકભાઇ મજીઠીયાએ ફરિયાદ નોંધી અને તપાસ કરી ચાર્જશીટ કરેલી હતી. આરોપી પિયુષ કિશોરભાઇ વિરૂધ્ધની સગીર વયની દીકરી સાથે વારંવાર શરીર સંબંધ બાંધવા અંગે પોકસો એક્ટની મુજબ ગુનો નોંધી તથા ભોગ બનનારની માતા વિરૂધ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એકટ મુજબ ચાર્જશીટ કરેલું હતું. જેનો ધોરાજી કોર્ટમાં કેસ ચાલતા બંને પક્ષની દલીલોને સાંભળી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલના શેખએ ભોગ બનનારની માતાને મુકત કર્યા, જ્યારે પોકસો એકટ હેઠળ આરોપી પિયુષ કિશોરભાઇ પટેલને દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકાર્યો છે. ભોગ બનનારની માતાને મદદગારી કરવા અને ગુનાની દુષ્પ્રેરણા કરવા માટે 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકાર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક