ચોટીલા,તા.20: સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બીની ટીમે સોમવારે રાત્રીનાં પેટ્રોલીંગ દરમ્યાન લુધિયાણાથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જામનગર જતી ટ્રકને ચોટીલા-સાયલા હાઇવે પર બે શખસ સાથે રૂ.81.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.
એલસીબી
ટીમનાં પીઆઇ જે. વાય. પઠાણ, તેમજ ટીમના કુલદિપ બોરીચા અને વિજયાસિંહ પરમાર પેટ્રોલીંગમાં
હતા. તે દરમિયાન કુલદિપભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા-ચોટીલા હાઇવે પર મઘરીખડા
નજીકથી પસાર થતી ટ્રકને અટકાવી તલાશી લેતા ભૂસાના કોથળાની આડમાં છુપાવેલી ઇંગ્લીશ દારૂની
5232 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક લઈ આવનાર રાજુ કાળાભાઇ ચાવડા અને જીવા મેરામણભાઇ
ચાવડાની આગવી ઢબે પુછપરછ હાથ ધરતા પંજાબના
લુધિયાણા ખાતે અજાણ્યો વ્યક્તિ દારૂ ભરેલી ટ્રક આપી ગયો હતો જે જામનગરના બુટલેગર જીગર
રબારીને પહોંચતો કરવાની પ્રાથમિક હકીકત જણાવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને અન્ય
મળી કુલ રૂ.81.23 નો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો લાવનાર, મંગાવનાર તેમજ મોકલનાર
ચાર મુખ્ય આરોપી સહિત તપાસમાં ખુલે તે તમામ લોકો સામે ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરાવતા
પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.