• સોમવાર, 20 મે, 2024

મંદિર બેકાર, નક્શો ઠીક નથી... સપા નેતા રામગોપાલનો બફાટ

નવી દિલ્હી, તા.7 : સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવને અયોધ્યામાં રામ મંદિરે દર્શન વિશે પૂછવામાં આવતાં તેઓ ઉકળી ઉઠયા અને બફાટ કરતાં મંદિરને બેકાર ગણાવી કહ્યંy કે તેનો નક્શો ઠીક નથી. સપા નેતાના આવાં નિવેદન બાદ ભાજપાએ સપા ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનની ઝાટકણી કાઢી છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા દૌરમાં યુપીની 10 બેઠક પર મતદાન યોજાયું હતું. દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે રામ મંદિર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યંy કે મંદિર તો બેકાર છે, આ રીતે મંદિર બનાવાતા નથી. મંદિર આ રીતે બનતાં નથી, જૂનાં મંદિર જોઈ લો દક્ષિણથી લઈને ઉત્તર સુધી જોઈ લો... નક્શો ઠીક નથી. વાસ્તુના હિસાબે ઠિક બનાવવામાં આવ્યું નથી.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી કે રામગોપાલનું નિવેદન હિંદુ વિરોધી છે  તેમણે રામભક્ત હિંદુ સમાજનું અપમાન કર્યું છે. સમાજવાદી પાર્ટીની મંશા સામે આવી ગઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક