• સોમવાર, 20 મે, 2024

જામનગરમાં 57.67 ટકા મતદાન ગત વર્ષ કરતા 3 ટકા જેટલો ઘટાડો

ગત ચૂંટણી કરતા મતદાતાઓમાં 1.16 લાખનો વધારો, છતાં મતદાનનું પ્રમાણ ઘટયું

જામનગર, તા. 7 :  જામનગર-દેવભૂમિ દ્વારકાની સંયુકત સાત વિધાનસભાવાળી હાલારની લોકસભા બેઠક ઉપર સાંજના 6 વાગ્યા સુધીમાં બિનસતાવાર મતદાન 57.67 ટકા નોંધાયું છે જે ગત ચૂંટણી કરતા ત્રણ ટકાનો ઘટાડો દર્શાવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર આજે મુખ્યત્વે ભાજપના પૂનમ માડમ અને કોંગ્રેસના જે.પી.મારવિયા વચ્ચે ચૂંટણી જંગ હતો. આ જંગમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકસભાની બેઠકો ઉપર 9,29,935 પુરુષો, 8,84,085 મહિલાઓ અને 36 થર્ડ (જુઓ પાનું 10)

જેન્ડર મળીને 18,14,056 મતદારો મતદાન માટેના હકદાર હતાં. જે વર્ષ 2019ની ચૂંટણીની દૃષ્ટીએ જોઈએ તો 74,964 પુરુષ, 87,882 ત્રી, 12 અન્ય જેન્ડર મળીને 1,61,738 મતદારોનો વધારો થયો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં 10,4,782 મતદારોએ 60.68 ટકાની ટકાવારી સાથે મતદાન કર્યું હતું  આમ મતદારોની સંખ્યામાં મોટો વધારો થયો છે જ્યારે મતદાનના પ્રમાણમાં ઘટાડો થયો  છે.

2019ની ચૂંટણીમાં ટોટલ 60.68 ટકા મત પડયા હતા જેની સામે આ વર્ષે 2024ની ચૂંટણીમાં 57.67 ટકાનું અંદાજીત મતદાન થયું છે. જે ગત ચૂંટણી કરતા 3 ટકા ઓછું જણાય છે.

જામનગર શહેરની બેઠક ઉપર ગત ચૂંટણીમાં 63.63 ટકા જેટલું ભારે મતદાન થયું હતું છેલ્લા 35 વર્ષથી આ સીટ ઉપર ભાજપ વિશાળ બહુમતીથી જીતતું આવ્યું છે અને લોકસભાના ઉમેદવારને હંમેશા આ સીટ પરથી લીડ મળતી આવી છે પરંતુ આ બેઠક ઉપર પણ જોવા જઈએ તો સાંજે 5 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો 54.53 ટકા મતદાન નોંધાયું છે જે જોતા આ બેઠક ઉપર પણ ભાજપને મળતી લીડમાં ઘટાડો થવાની સંભાવના છે.

 જો કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં 57.80 ટકા મતદાન થવા પામેલ હતુ અને આ મતદાન થકી ભાજપના પૂનમ માડમનો દોઢ લાખથી વધુ મત સાથે વિજય થવા પામેલ હતો. ત્યારે આ વખતે મતદારોના વધારા સાથે ટકાવારીમાં થયેલ ઘટાડો અને સતવારા, ક્ષત્રિય, લેઉવા પટેલ અને અનુસૂચિત જાતીના મતદારોનું વલણ આ ચૂંટણીનું નિર્ણાયક પરીબળ રિઝલ્ટમાં સાબિત થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક