• શુક્રવાર, 03 મે, 2024

ભાવનગરની મુલાકાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મહામંત્રી રત્નાકરજી બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

ભાવનગર, તા.રર: રાજકોટની જેમ જ આજે ભાવનગરમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી ચાર્ટર પ્લેન મારફતે ઓચિંતા શહેરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે શહેરના સરોવર પાર્ટીકો હોટલ ખાતે ભાવનગર ભાજપનાં સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પાર્ટી સાથે સંકળાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર ખાતે આજરોજ ઓચિંતી મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરે શહેર ભાજપના આગેવાનો સાથે આગામી ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરી હતી, આગામી ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે આવી પહોંચ્યા હતા.

ભાવનગરની ખાનગી હોટલમાં મિટિંગનો દૌર સતત બે કલાક સુધી ચાલ્યો હતો. જેમાં આ બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો સાથે સતત બે કલાક બેઠક યોજાઈ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચાઓ કરી રણનીતિ ઘડવા આવી પહોંચ્યા હતા અને ભાવનગર શહેર અને જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે તેને શાંત કરવા માટે પણ બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. હર્ષ સંઘવીની ઓચિંતાની મુલાકાતને લઈ ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં ભાજપના આ બન્ને નેતાઓએ ઓચિંતી મુલાકાત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક