• શનિવાર, 04 મે, 2024

રાજકોટમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવીની બેઠક

હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ કેસરીદેવાસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા 

રાજકોટ, તા.21:  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિયોનો રોષ શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠકો કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજકોટમાં એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ કેસરીદેવાસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, રાજકોટમાં ખાનગી હોટલમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક