• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

આસારામના વચગાળાના જામીન ત્રીજી વખત લંબાવાયા

મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા કરી હતી માગ, 21મીએ વધુ સુનાવણી

અમદાવાદ, તા. 7: આસારામ બાપુને 2013ના બળાત્કાર કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને હાલમાં તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આસારામ બાપુના વચગાળાના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. આ પહેલા 3 જુલાઈના રોજ હાઈકોર્ટે તેમને એક મહિનાના જામીન આપ્યા હતા. આમ આજે સતત ત્રીજી વખત મેડિકલ ગ્રાઉન્ડ જામીન લંબાવવામાં આવ્યા છે.

તે સમયે, આસારામના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ જામીન લંબાવવા માટે વધુ કોઈ માગણી કરશે નહીં. હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં તબીબી કારણોસર જામીન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ બધા છતાં, આસારામ બાપુએ ફરીથી જામીન લંબાવવા માટે અરજી કરી છે. આ અરજી તેમણે તેમની સજા સામે દાખલ કરેલી અપીલમાં કરવામાં આવી છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં 3 જુલાઈના હાઇકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ છૂટ આપી હતી કે જો આસારામની તબિયત વધુ બગડે છે, તો તેઓ ફરીથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક