કોર્ટના ચુકાદાઓના આધારે પીટીશન કરવા જનહિત હાઈવે હક્ક સમિતિએ બાંયો ચડાવી
રાજકોટ, તા. 7: રાજકોટ-જેતપુર
હાઈવે ઘણા વર્ષોથી બિસમાર છે. સિક્સ ટ્રેકનું કામ અહીંયા ઘણા સમયથી ચાલી રહ્યંy છે,
ચાલુ વર્ષે અને અગાઉ પણ વરસાદ દરમિયાન આ હાઈવે પર મોટા ખાડા પડી જાય છે. અનેક વાહનો
નાના-મોટા અકસ્માતનો ભોગ બને છે તેમજ નિયમિત રીતે ટ્રાફિક જામ થવાની સમસ્યા ઉભી થાય
છે. આ કારણે કોંગ્રેસની જનહિત હાઈવે હક્ક સમિતિ દ્વારા કેટલાક સમયથી નેશનલ હાઈવે અને
કલેક્ટર સહિત સંબંધિતોને રજૂઆત કરાઈ છે તેમજ રસ્તો સારો ન થઈ જાય ત્યાં સુધી ટોલ ટેક્સ
નહીં લેવા માગ કરાઈ હતી. પરંતુ હજુ સુધી ટોલ ટેક્સના ઉઘરાણાં ચાલુ જ છે ત્યારે હવે
આ મામલાને કોર્ટમાં પડકારવા બાંયો ચડાવવામાં આવી છે.
‘રાજકોટ જેતપુર હાઇવે બાબતે ગુજરાત
હાઇકોર્ટમા આવતા અઠવાડિયે પિટિશન ફાઇલ અમે કરવાના છીએ. અનેક પ્રશ્ને કરેલી રજૂઆતોના
જે તે વિભાગોના લેખિત પ્રત્યુત્તર અને આધારરૂપ પુરાવાઓ તમામ એકત્રિત કર્યા છે. કચેરીઓ
તરફથી જવાબો થોડા મોડા આવ્યા છે પણ હવે તમામ ડોક્યુમેટ્સ એકત્રિત થઈ ગયા છે’, એમ નેશનલ
હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હેરાનગતિ ઓછી થાય અને તેમને ન્યાય મળે તે માટે લડત
ચલાવતા કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.