• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

સુરતના સરથાણા પોલીસ મથકના PSI 40 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરત, તા.7: સુરતના સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના કેસમાં આરોપીને નહીં મારવા તેમજ વહેલા જામીન મળી જાય તેવી વ્યવસ્થા કરી આપવા રૂ.40 હજારની લાંચ માગનાર પીએસઆઈને એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવીને ઝડપી લીધો છે. લાંચ લેતા ઝડપાયેલા પીએસઆઈ સામે વડોદરા ગ્રામ્ય એસીબીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા પોલીસ મથકમાં મારામારી બાબતે બે શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેની તપાસ પીએસઆઈ એમ.જી.લીંબોલા કરી રહ્યા હતા. આ બન્ને આરોપીને નહીં મારવા તેમજ વહેલા જામીન મળી જાય તે માટે આરોપી પૈકી એક આરોપીના ભાઈ પાસે પીએસઆઈ લીંબોલા દ્વારા 40 હજારની લાંચ માંગવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં પીએસઆઈ લીંબોલા હાજર હતા તે સમયે ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યો હતો. જો કે ફરિયાદી લાંચ આપવા માગતો ન હોય પહેલાથી જ આ બાબતે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી (જુઓ પાનું 10)

હતી. જેથી ઈન્ચાર્જ પીઆઈ વડોદરા ગ્રામ્ય એસીબીના એ.જે.ચૌહાણની ટીમે ટ્રેપ ગોઠવી પીએસઆઈ લીંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક