ચાર
શખસોએ સાત માસમાં કટકે કટકે ચોરેલી મગફળી બારોબાર વેચી નાખી
જેતલસર
તા.6 :જેતપુરના જેતલસરમાં આવેલ ગીરીરાજ વેરહાઉસમાંથી નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી
મગફળી પૈકી 31.64 લાખની 1212 ગુણી મગફળીની ચોરી કરી તસ્કરો નાસી જતા જેતપુર પોલીસે
ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં ચાર શખસોએ સાત માસમાં કટકે કટકે થોડી
થોડી મગફળી ચોરી બારોબાર વેચી નાખ્યાનું જાણવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુરના
નવાગઢમાં પટેલ ચોકમાં રહેતાં મૂળ રાજસ્થાનના વતની અમીતકુમાર રામકુમાર રામપ્રતાપ ગીલ્લા
ઉ.35એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશનમા ટેક્નિકલ આસીસ્ટન્ટ તથા વેરહાઉસ મેનેજર તરીકે નોકરી
કરે છે હાલ ધોરાજી, જેતપુર, ઉપલેટા તથા જામકંડોરણા વિસ્તારમાં આવેલ વેરહાઉસના મેનેજર
તરીકે તા.02/02/2024થી ફરજ બજાવે છે નાફેડ દ્વારા ખેડુતોની ખેત જણસોને નિર્ધારિત ભાવે
ખરીદવામા આવે છે જે જણસોને અલગ અલગ વેરહાઉસમાં રાખવામા આવે છે જેતપુરના જેતલસર ગામ
પાસે ગીરીરાજ વેરહાઉસ સેંટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન દ્વારા તા.05/12/2024થી ભાડેથી
રાખવામા આવ્યું છે આ વેરહાઉસમા તા.05/12/2024થી 16/12/2024 સુધી નાફેડ દ્વારા મગફળીની
ખરીદી કરી કુલ 5%,600 ગુણી મગફળી આ વેરહાઉસમા સ્ટોરેજ માટે રાખવામા આવી હતી દરમિયાન
ગત તા.26/06ના તેમનું ટ્રાન્સફર અમરેલી થયું હતું જેથી આ જગ્યા સંભાળવા સંદિપકુમાર
કડવાસરા આવતા તેમને ચાર્જ આપવા માટે 41 વેરહાઉસના વેરીફિકેશન કરવામાં આવ્યા હતા જેમા
ગઈકાલે ગીરીરાજ વેરહાઉસનું વેરીફિકેશન કરવા ગયા ત્યારે મગફળીની થપ્પીઓમાંથી ઉપરના ભાગેથી
મગફળીની ગુણીઓ ઓછી હોવાની શંકા ઉપજી હતી જેથી 5%,600 ગુણીઓની તપાસ પુર્ણ થતા 56,388
ગુણીઓ જ મળી હતી જેથી રૂ.31,64,956 ની 1212 ગુણી મગફળી ઓછી જણાઈ આવતા સિક્યુરીટીના
માણસોની પુછપરછ કરતા કંઈ જાણવા મળ્યું ન હતું જેથી અજાણ્યાં તસ્કરો ચોરી કરી નાસી છૂટયા
હોવાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ડીવાયએસપી રોહિત ડોડીયાના
જણાવ્યા અનુસાર ચાર શખસો મિહિર વેકરીયા, બિપિન મકવાણા, જૈમિન બારૈયા અને સહજ તારપરાએ
સાત મહિનામાં કટકે કટકે થોડા થોડા મગફળીના કોથળા ચોરી બારોબાર વેચી નાખ્યાનું જાણવા
મળતા વિશેષ તપાસ હાથ ધરી છે.