• શુક્રવાર, 09 મે, 2025

રાજકોટ 43 ડિગ્રી સાથે ફરી રાજયનું હોટ સિટી

બે દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી ભુક્કા કાઢશે, તાપમાન 2-3 ડિગ્રી વધશે

રાજયના 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

રાજકોટ, અમદાવાદ તા.25: આ વર્ષે જાણે કે સૂર્યદેવતા રાજકોટ ઉપર કોપાયમાન થયા હોય તેમ સતત રાજયનું હોટ સીટી રહે છે. સતત તાપમાનનો પારો 40 ડિગ્રી ઉર રહેતા લોકો આકરી ગરમીના કારણે અકળાય ઉઠયા છે. આજે ફરી રાજકોટ 43 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહયું હતું. આ ઉપરાંત રાજયના 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. અને આવનારા દિવસોમાં હજુ આકરી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. પરંતુ 27 એપ્રિલ બાદ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રચ-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં અસહજ સ્થિતિ બની રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થતા સામાન્યથી ઉપર રહ્યું હતું. બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આ ઉપરાંત 27 એપ્રિલથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભવાના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અપ્રમાણસર સંપત્તિ કેસમાં CBIએ IRS અધિકારીના રહેણાક સહિતના 11 સ્થળે તપાસ કરી May 09, Fri, 2025