નવી
દિલ્હી તા.2પ: લખનઉ સુપર જાયન્ટસ (એલએસજી) ફ્રેંચાઇઝીના માલિક સંજીવ ગોયન્કાએ આઇપીએલના
મેગા ઓકશનમાં 27 કરોડની સૌથી મોટી બોલી લગાવીને ઋષભ પંતને ખરીદ્યો હતો. પરંતુ કપ્તાન
ઋષભ પંતનું પહેલા મેચમાં અત્યંત ખરાબ પ્રદર્શન રહ્યંy હતું અને દિલ્હી કેપિટલ્સ સામે
જીતની બાજી હાર સાથે ગુમાવી હતી. બેટધર તરીકે પંત ઝીરોમાં આઉટ થયો હતો અને આખરી ઓવરમાં
સ્ટમ્પિંગ ચૂકી ગયો હતો. આથી લખનઉ ટીમને અંતમાં હાર સહન કરવી પડી હતી.
નિશ્ચિત
જણાતી જીત ગુમાવી દેતા સ્ટેડિયમમાં હાજર એલએસજી ફ્રેંચાઈઝીના માલિક સંજીવ ગોયન્કાના
હોશ-કોશ ઉડી ગયા હતા અને પિત્તો ગયો હતો. મેચ બાદ ડગઆઉટની સામે જ સંજીવ ગોયન્કાએ કેપ્ટન
ઋષભ પંત અને કોચ જસ્ટિન લેંગર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. જેનો એક વીડિયો સામે આવ્યો
છે. જેમાં જોવા મળે છે કે પંત સફાઇ આપી રહ્યો છે. ગયા વર્ષે લખનઉ સુપર જાયન્ટસનો કેપ્ટન
કેએલ રાહુલ હતો. ત્યારે એક મેચમાં એલએસજી વિરૂધ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 287 રન ખડકયાં
હતા. આ મેચની કારમી હાર બાદ પણ માલિક સંજીવ ગોયન્કાએ કપ્તાન કેએલ રાહુલને ઠપકો આપ્યો
હતો. હવે આ વખતે તેમના ગુસ્સાનો શિકાર પંત બન્યો હોય તેવું વીડિયો પરથી લાગી રહ્યંy
છે.