• શુક્રવાર, 09 મે, 2025

હું ક્યારે પણ બેકફૂટ પર ન હતો : ઇશાન

વિસ્ફોટક સદી ફટકારી યુવા વિકેટકીપરની શાનદાર વાપસી

હૈદરાબાદ, તા.24:  ક્રિકેટ એક લાંબી યાત્રા છે અને પૂરા જીવન આપની સાથે ચાલે છે. સુધારાની સંભાવના સાથે અમે આગળ વધીએ છીએ. હું એવો ઈન્સાન કયારે પણ બનવા માગતો નથી, જે બેકફૂટ પર ચાલ્યો જાય. વાત ઇશાન કિશને રણજી ટ્રોફીમાં રણજી ટ્રોફી દરમિયાન કરી હતી. હવે તેણે આઇપીએલમાં ધમાકેદાર સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કર્યાં છે અને રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

ઇશાન કિશને રવિવારે રમાયેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પહેલીવાર રમતા 4 દડામાં વિસ્ફોટક સદી ફટકારી હતી. સદી બાદ તેણે એલાન કર્યું હતું કે હું પાછો આવી ગયો છું અને મને આવી ઇનિંગની આશા હતી. ઇશાને કહ્યંy ઘણી રાહત મહેસૂસ કરી રહ્યો છું. પાછલી સીઝનમાં આવું કરવા માગતો હતો, પણ સફળ રહ્યો નહીં. પહેલી સદીની ખુશી વિશેષ છે. ટીમે મારા પર ભરોસો બતાવ્યો. હું ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની કોશિશમાં રહીશ. કેપ્ટને (પેટ કમિન્સ) અમને સ્વતંત્રા આપી છે અમારો આત્મવિશ્વાસ વધાર્યોં છે.

ગઇકાલના મેચમાં ઇશાન કિશન આઇપીએલ કેરિયરની પ્રથમ સદી ફટકારીને 47 દડામાં 11 ચોક્કા-6 છક્કાથી 106 રને અણનમ રહ્યો હતો. સનરાઇઝર્સે આથી 20 ઓવરમાં 6 વિકેટે 286 રન ખડકીને રાજસ્થાન રોયલ્સ સામે 44 રને જીત મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અપ્રમાણસર સંપત્તિ કેસમાં CBIએ IRS અધિકારીના રહેણાક સહિતના 11 સ્થળે તપાસ કરી May 09, Fri, 2025