• રવિવાર, 28 એપ્રિલ, 2024

રેલનગર બ્રિજ સમારકામ અર્થે હવે બે મહિના માટે બંધ

આગામી સોમવારથી કામગીરી શરૂ : પોલીસને પત્ર પાઠવી જાણ કરતું મ્યુનિ.તંત્ર : ટૂંક સમયમાં ડાયવર્ઝન જાહેર કરાશે

રાજકોટ તા.21 : શહેરના રેલનગર અંડરબ્રિજના આગામી સપ્તાહથી બે માસ સુધી બંધ કરવાનો નિર્ણય મ્યુનિ.તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. અંગે પોલીસને પત્ર પાઠવીને જાણ કરાય છે ટૂંક સમયમાં ડાયવર્ઝન તૈયાર કરી જાહેર કરાશે.

મનપાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3માં જામનગર રોડને લાગુ રેલનગર અંડરબ્રિજમાં રસ્તામાંથી તેમજ દિવાળી સમયે સતત પાણી ટપકતું રહે છે. જેના કારણે બ્રિજનો રસ્તો સ્લીપરી બની ગયો છે. છાશવારે અનેક વાહનો સ્લીપ થતાં રહે છે જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાય છે.

 

એમાય વરસતા વરસાદે તો બ્રિજ સ્વિમિંગ પુલ બની જાય છે. વરસાદ રહી ગયાં બાદ બ્રિજ વાહનના ગેરેજની ગરજ પૂરી પાડે છે. વાહનચાલકોને તો જાણે મજા પડી જતી હોય તેમ ટુ-વ્હીલરથી માંડીને ઓટો રિક્ષા અને વૈભવી કાર અહીં ધોવાતી હોય છે. આવી અનેક ફરિયાદો અને સમસ્યાઓ ઉઠતા હવે મ્યુનિ.તંત્રએ તેનું મેન્ટનન્સ કરવાનું વિચાર્યુ છે.      

કોર્પોરેશનના ઈજનેરી વર્તુળોના જણાવ્યાનુસાર આવતા સપ્તાહથી બે માસ સુધી બ્રિજનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા સપ્તાહે સોમવારથી શરૂ કરી બે માસ સુધી તેનું મેન્ટેનન્સ વર્ક ચાલશે જેમાં બ્રિજનો સ્લીપરી રોડ રીપેર કરવા, ભૂસ્તર અને દિવાલોમાંથી નિકળતું પાણી બંધ કરવા સહિતના કામો થશે. ખાસ કરીને પાણી ભરાય તે માટે પ્રેસર ગ્રાઉટીંગ ઉપરાંત 3 થી 4 ઈંચની થિકનેસનો નવો વેરિંગ કોટ તેમજ ફીલીંગ કરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક