• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હે ઈશ્વર ! ઘૂઘરાની ચટણીમાં ‘િસન્થેટીક’ કલરની ભેળસેળ

ફૂડ લાયસન્સ અંગે ખાણીપીણીના 20 ધંધાર્થીને નોટિસ : 3 ડેરીમાંથી દૂધના નમૂના લેવાયાં

રાજકોટ તા.20 : મનપાની ફૂડ અને આરોગ્ય શાખા દ્વારા ટૂંક સમય પૂર્વે શહેરના હાથીખાના-13માં રામનાથ કૃપામાં આવેલા ઈશ્વરભાઈ ઘુઘરાવાળાના પ્રોડક્શન યુનિટમાં મીઠી ચટણીના નમૂના લેવામાં આવ્યાં હતાં જેમાં ‘િસન્થેટીક કલર’ની ભેળસેળ ખૂલવા પામી છે.

ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા ઈશ્વરભાઈ લાલજીભાઈ કાકુ પાસેથી થોડા સમય પહેલા પ્રિપેડ મીઠી ચટણીનો નમૂનો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો જેના રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલ્લોની હાજરી જોવા મળી હતી. કલર સ્વાદ માટે ભેળવવામાં આવતો હોવાનું અને જેના કારણે લોકોને આંતરડામાં ચાંદા સહિતની નુકશાની થતી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં એજ્યુડિકેશન કાર્યવાહી માટે કલેક્ટર કચેરીમાં કેસ મૂકવામાં આવશે.

દરમિયાન ફૂડ શાખા દ્વારા શહેરના રામપાર્ક, આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર તેમજ વિમલનગર ચોક, એ.જી.ચોક –હોકર્સ ઝોન વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં 20 ધંધાર્થીઓ ધ્રુવ ફાસ્ટફૂડ, બાલાજી ચાઈનીઝ, માં ચામુંડા ફરસાણ, રોનક પાઉભાજી, બાલાજી વડાપાંઉ,

ઇ-પેપરના નવા શુલ્ક