• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પરીક્ષાખંડમાં વાતો કરવાની ના પાડતા પરીક્ષાર્થીનો સુપરવાઈઝર પર હુમલો બહાઉદ્દીન કોલેજમાં એમ.એ.ની પરીક્ષાની ઘટના

જૂનાગઢ, તા. ર: જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં પરીક્ષાખંડમાં વાતો કરવાની ના પાડતા, પરીક્ષાર્થીએ ઉશ્કેરાય સુપરવાઈઝર ઉપર હુમલો કરી ઈજા પહોંચાડયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

આ અંગેની વિગત પ્રમાણે નરસિંહ મહેતા યુનિ. દ્વારા લેવાયેલ પરીક્ષામાં યુનિ.ના વિદ્યાર્થી તેજસ દેવાભાઈ બથવાર બહાઉદ્દીન કોલેજના રૂમ-10માં સેમેસ્ટર-3ની પરીક્ષા આપવા આવેલ, પરીક્ષા દરમિયાન અન્ય પરીક્ષાર્થી સાથે વાતો કરતા સુપરવાઈઝર રાજીવ રામભાઈ ડાંગરએ પરીક્ષા ખંડમાં વાતો કરવાની ના પાડતા પરીક્ષાર્થી તેજસ બથવાર ઉશ્કેરાય ગાળો કાઢી હુમલો કર્યો હતો.

આ હુમલામાં સુપરવાઈઝરના જમણા ખંભાનું હાડકું ખસી જતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ‘સી’ ડિવિઝન પોલીસે રાજીવ ડાંગરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ સહિતના ગુના નોંધી હુમલાખોર પરીક્ષાર્થીને ઝડપી લેવા ચ્રકો ગતિમાન કર્યા છે. શિક્ષણ જગત માટે આ કલંકિત ઘટના બનતા શિક્ષક સમુદાયમાં રોષ ફરી વળ્યો છે.

 

Budget 2024 LIVE