• રવિવાર, 27 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ગોપાલ સંપ્રદાયના ધન્યુનિ મ.સા. નાલાસોપારામાં કાળધર્મ પામ્યા

રાજકોટ, બોટાદ: ગોપાલ સંપ્રદાયના પંડિત રત્ન કેવળ મુનિ.મ.સા.ના સુશિષ્ય ધન્યમુનિ મ.સા. 82 વર્ષની વયે પર વર્ષના દીક્ષા પર્યાય સહિત શુક્રવારે રાત્રે 3-45 કલાકે નાલાસોપારા સંઘ ખાતે કાળધર્મ પામ્યા છે. વડાલા- કચ્છના રાણબેન લાલજીભાઇ સોનીના ગૃહાંગણે તા.18-6-1946, જેઠ સુદ એ 15ના જન્મેલા અને સાત ગુજરાતી, ત્રણ અંગ્રેજીનો અભ્યાસ કરનાર ધનજીભાઇએ વાંકાનેરમાં તા.2-7-1973, અષાડ સુદ-3 ના દીક્ષા અંગીકાર કરેલ. ધંધુકા ખાતે ધીરગુરુદેવ, ઉપાધ્યાય, જયેશ મુનિ સહિત ચતુર્વિધ સંઘે ગુણાંજલિ અર્પણ કરેલ હતી.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. ગીરીશચંદ્ર ભાઇશંકરભાઇ ભટ્ટ (ઉં.80) તે જ્યોત્સનાબેનના પતિ, ધર્મેશ  ભટ્ટના પિતાશ્રી, ભાર્ગવી ભટ્ટના સસરા, શ્રેયા તથા હિતાંશુના દાદા, સ્વ. દલપતરામ કાળીદાસ જાનીના જમાઇનું તા.15ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.17ના સાંજે 5થી 6 રામજી મંદિર, પુષ્કરધામ ખાતે છે.

મોરબી: છોટાલાલ મણીલાલ ખીરૈયાના પુત્ર, સંજયભાઇ (ઉં.55)તે સ્વ. વિજયભાઇ, અજયભાઇના ભાઇ, પ્રશાંત, હિમાંશુ, યશના પિતાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું,શ્વસુર પક્ષની સાદડી તા.24ના સાંજે 5થી 6 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી છે.

દામનગર: ભરતગીરી શાંતિગીરી ગોસાઇ તે ભુપતગીરીના માતુશ્રી, લીલાવતીબેન શાંતિગીરી ગોસાઇ (ઉં.85) તે નરેશગીરી, પરેશગીરી,પંકજગીરી, સંગીતાબેન અને મનિષાબેનનાં દાદીનું તા.22ના અવસાન થયું બેસણું તા.24ના બપોરે 4થી 6  તેમનાં નિવાસ સ્થાને વૈદ્યનાથનગર, દામનગર છે.

રાજકોટ: સ્વ. દુર્લભજીભાઇ કરશનભાઇ રાચ્છના પુત્ર, સ્વ. ભોગીલાલ દુર્લભજીભાઇ રાચ્છ (ઉં.74)તે જગદીશભાઇ, સ્વ. ધીરેન્દ્રભાઇ, સ્વ. જયેશભાઇ, સ્વ. કમલેશભાઇ, અશોકભાઇના મોટા ભાઇ, મનિષભાઇ, પરાગભાઇ, તેજલબેનના પિતાશ્રી, કાંતિલાલ બાબુલાલ ખખ્ખરના બનેવીનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.24ના સાંજે 5થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, દામજી મેપા શેરી નં.4, પીપળિયા હોલની આગળ, અમરનાથ હોલની સામેની શેરી, રાજકોટ છે.

બોટાદ: શ્રેયાંસ અશ્વિનભાઇ વોરા તે સ્વ. પ્રવિણચંદ્ર છગનલાલ વોરાના (પૌત્ર), અશ્વિન પ્રવીણચંદ્ર વોરાના (પુત્ર), ખુશીબેનના ભાઇ, ચંદ્રેશ પી. વોરા, પીયૂષ પી. વોરા, જયશ્રી સતીષકુમાર શાહના ભત્રીજાનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.24ના સવારે 9-3થી 11-30 જૈન સ્થાનકવાસી વાડી, વખારિયા ચોક, બોટાદ છે.

ભાવનગર: જગદીશભાઇ મનુપ્રસાદ પંડયા, નૃત્ય નિર્દેશક, (કોરીઓગ્રાફર નિવૃત્ત રેલવે કર્મચારી) તે સ્વ. મનુપ્રસાદ હરિપ્રસાદ પંડયાના નાના પુત્ર, સ્વ. ઉષાબેન જગદીશભાઇ પંડયા (ઇન્ડ. જવેલ્સ)ના પતિ, રાજન (એચડીએફસી બેંક, ભાવનગર)ના પિતા, પૂજા રાજન પંડયાના સસરા, નીરજાના દાદા, સ્વ. દેવેન્દ્ર પંડયા, સ્વ. ઇન્દિરાબેન મનહરલાલ ગોર (ઝારોલ), સ્વ. પદ્માબેન ઘનશ્યામલાલ પંડયા (કલ્યાણ)ના નાનાભાઇ, સ્વ. અલ્પેશ, ચેતનભાઇના કાકા, સ્વ. અંબાશંકર વિરેશ્વર ભટ્ટના જમાઇનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થના (બેસણું) તા.23ના સાંજે 5થી 7 દિપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર છે.

ભાટિયા: ભાટિયાના બરડાઇ બ્રાહ્મણ સમાજના વડીલ, અગ્રણી રસીકલાલ લાધારામ આરંભડિયા (ઉં.80)નું ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે.

રાજકોટ: મારું કંસારા જ્ઞાતિ સ્વ. ગોરધનદાસ કાલિદાસ પરમારના પૌત્ર, દિલીપકુમાર (ઉં.64)તે વસંતભાઇ, સ્વ. શશીકાંતભાઇ તેમજ નરેન્દ્રભાઇ નાના ભાઇ, દિલીપભાઇ જમનાદાસ બીલખાના જમાઇનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.24ના સવારે 10-15 એ ખત્રીવાડ બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડી ખાતે છે.

ગઢડા (સ્વામીના): પ્રેમજીભાઇ (કાળુભાઇ) પાલજીભાઇ પરમાર તે મહેશભાઇ, અશોકભાઇ, ભાવેશભાઇના પિતા, કાનજીભાઇ (સુરેન્દ્રનગર), વશરામભાઇ (વિજય પેટ્રોલિયમ ગઢડા), અશોકભાઇ (પીજીવીસીએલ ગઢડા)ના મોટા ભાઇ, શામજીભાઇ, વાલજીભાઇ, સાતનામ ટ્રેડર્સ ગઢડા), સ્વ. કિશોરભાઇ (રાજકોટ), સ્વ. જેરામભાઇ, સ્વ. દેવજીભાઇ, રમેશભાઇ, રામજીભાઇ પરમારના મોટા ભાઇનું તા.20ના અવસાન થયું છે.

ધોરાજી: સરકારી હોસ્પિટલના અધિકાર ડો. જયેશ વેસેટીયના પિતાશ્રી, મંગળદાસ, રામજીભાઇ વેસેટીયન (ચક્ષુદાતા)નું તા.13ના અવસાન થયેલ છે. બેસણું ધોરાજીમાં તા.24ને સોમવારે સાંજે 4થી 6 ઠે. સુપ્રીટેન્ડન્ટ બંગલોઝ સરકારી હોસ્પિટલ ધોરાજી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક