ચક્ષુદાન
રાજકોટ:
ધામાબેન નંદુભાઈ જયસ્વાલનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 656મું ચક્ષુદાન થયેલ છે. ફેબ્રુઆરી 2025માં અઢારમું
(18) ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન વિજયભાઈ ડોબરીયાના સહયોગથી થયેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
કૃષ્કાંત સ્વચંદગીરામ શર્માનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે, જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 6પપમું ચક્ષુદાન થયેલ છે.
દેહદાન
રાજકોટ:
સ્વ.ગીતાબેન છગનભાઈ કક્કડ (ઉં.77)નું તા.19ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના શરીરનું દેહદાન
કરેલ છે. ઉઠમણું તા.20ના સાંજે 5 વાગ્યે રામજી મંદિર, મંગળા રોડ, 8-મનહર પ્લોટ, રાજકોટ
છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.
વિસાવદર:
હરિનગર મોટીમોણપરીના કંચનબેન કાનજીભાઈ રાદડીયા (ઉ.64)નું અવસાન થયેલ છે. બેસણું તા.21ના
રાખેલ છે.
રાજકોટ:
હરકાંતભાઈ જેન્તીલાલ રાવલ (ઉં.80) તે તારાબેનના પતિ, પ્રશાંતભાઈ, રવિભાઈ, પ્રિતીબેનના
પિતાશ્રી, રાધાબેનના સસરા, વાસુદેવભાઈના ભાઈનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના
સાંજે 4થી 6, ચિત્રકૂટ મહાદેવ મંદિર, ચિત્રકૂટ સોસાયટી, ઘનશ્યામનગર, કાલાવડ રોડ, ક્રિસ્ટલ
મોલ વાળી શેરી, રાજકોટ છે.
જૂનાગઢ:
કમલેશભાઈ મનસુખભાઈ ધબ્બા (ઉં.56) કુતિયાણાવાળા તે સંજયભાઈ, જીજ્ઞેશભાઈના મોટાભાઈ, શ્યામના
પિતાશ્રી, હેનીશ તથા ડેનીશના મોટા બાપુજીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના
સાંજે 5થી 6, ભૂતનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, જૂનાગઢ છે.
રાજકોટ:
સાધનાબેન રવિભાઈ વેકરિયા (ઉં.35) તે રવિભાઈ લક્ષ્મણભાઈ વેકરિયાના પત્ની, લક્ષ્મણભાઈ,
ગોરધનભાઈ, રાઘવભાઈ, મનસુખભાઈ, ધીરૂભાઈ ગણેશભાઈ વેકરીયાના પુત્રવધુ, અમરશીભાઈ કરશનભાઈ
મુંગલપરા (ગામ સરપદડ)ના દીકરીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી
6, આર્યનગરની વાડી, પેડક રોડ, રાજકોટ છે.
રાજકોટ:
પ્રફુલભાઈ જેઠાલાલભાઈ ઉનડકટ (ઉ.69)(તિરૂપતિ ડેરી)વાળા તે સ્વ.જેઠાલાલ ગીરધરભાઈ ઉનડકટ
(ખોરસાવાળા)ના પુત્ર, તે હિમાંશુભાઈ (રિંકુભાઈ), અંકિતાબેન નિલેશકુમાર કોટક (રાજકોટ)ના
પિતાશ્રી, દિશાબેન, નીલેશકુમાર કોટકના સસરા, સ્વ.રમેશભાઈ, જયસુખભાઈ, સતીષભાઈ, વિનુભાઈ,
ચંદ્રિકાબેન ભાનુલાલ માનસેતા (રાજકોટ), નયનાબેન વિનોદરાય પુજારા (રાજકોટ)ના ભાઈ, તે
સ્વ.અમૃતલાલ ધનજીભાઈ પોપટ (મોરબી)ના જમાઈ, પ્રફુલભાઈ અમૃતલાલ પોપટ (મોરબી)ના બનેવીનું
તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (બેસણું), પિયર પક્ષની સાદડી તા.20ના સાંજે 5
થી 6, પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, લીમડા ચોક પાસે, રાજકોટ છે.
રાજકોટ:
ગુ.ક્ષ.કડિયા મુળ અમરેલી નિવાસી હાલ રાજકોટ સ્વ.ધનજીભાઈ મોહનભાઈ રાઠોડના પત્ની મુક્તાબેનનું
તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 7, મિલન હોલ, નહેરૂનગર, 80 ફુટ રોડ,
રાજકોટ છે.
ભાણવડ:
લોહાણા વેપારી સ્વ.ધનજીભાઈ વલ્લભદાસ હિંડોચા (મોડપર)વાળાના પત્ની સવિતાબેન (ઉ.93) તે
બિપીનભાઈ, જયેશભાઈ, પ્રફુલાબેન ચોટાઈ (બરોડા), મીનાબેન ઠકરાર (રાણાવાવ)ના માતુશ્રી,
હીરેનભાઈ, નીકુંજભાઈના દાદીમાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે
4 થી 4-30, જલારામ વાડી, ઠે.વ્રજ ભૂમિ ખાતે ભાઈઓ-બહેનો માટે સાથે છે.
ભીમદેવળ
(ગીર): વેરાવળ તાલુકાના સીમાર ગામના દુધીબેન નાથાભાઈ મોરી (ઉ.66) તે હઠીસિંહભાઈ, ઉત્તમભાઈ
મોરી, તૃપ્તિબેનના માતુશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના તેમના નિવાસ
સ્થાને છે.
આરેણા:
જયંતિલાલ શાંતિલાલ ગણાત્રા (ઉ.65) તે ધર્મેન્દ્રભાઈ, સ્વ.હેમેન્દ્રભાઈ, સ્વ.દિલીપભાઈ,
નરેન્દ્રભાઈના ભાઈ, સાગરભાઈ, રાકેશભાઈના પિતાશ્રી, સ્વ.ગિરધરલાલ દેવજીભાઈ કાનાબાર (અમરાપુર)
ગિરના જમાઈનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની સાદડી તા.21ના સાંજે 4 થી
5 તેમના નિવાસ સ્થાને, આરેણા ખાતે છે.
ટંકારા:
હસુભાઈ અમૃતલાલ રાણપરાના પુત્રવધુ તથા વિપુલભાઈના પત્ની અને અર્નવ તથા પ્રણવના માતૃશ્રી
અલ્કાબેન વિપુલભાઈ રાણપરા (ઉ.46)નું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સવારે
10 થી 12, લક્ષ્મીનારાયણ પાસે, મનુભાઈના નિવાસ સ્થાને છે.
ભાટિયા:
બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના રસિકલાલ લાધારામ અરાભડીયા (ઉ.80) મુળ ગામ ગોપ હાલ ભાટીયા
તે રમેશભાઈ તથા વિજયભાઈ (હોટલ અન્નપૂર્ણા)વાળાના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે.
ઉઠમણું તા.21ના સાંજે 4-30 થી 5 બહેનો, ભાઈઓ માટે દૂધેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા રાખેલ
છે.