• શનિવાર, 27 જુલાઈ, 2024

આઇફોન પર સ્પાયવેર હુમલાની ચેતવણી

-ભારત સહિત 91 દેશ માટે એપ્પલનું એલર્ટ : થ્રેટ નોટિફિકેશન મોકલ્યું

નવી દિલ્હી, તા.11 : ભારત સહિત દુનિયાના 91 દેશને મર્સેનરી સ્પાયવેરથી એટેકનો ખતરો હોવાની એપ્પલે બુધવારે રાત્રે ચેતવણી જારી કરી હતી. કંપનીએ ભારત સહિત દુનિયાભરના દેશોને પેગાસસ જેવા સ્પાયવેર હુમલાના વોર્નિંગ મેઇલ મોકલ્યા છે. ગયાં વર્ષે પણ ઓક્ટોબરમાં થ્રેટ નોટિફિકેશન મોકલવામાં આવ્યું હતું.

દિગ્ગજ ટેક કંપની એપ્પલે દુનિયાના 9ર દેશના યુઝર્સને સંભવિત ખતરા અંગે એલર્ટ કર્યા છે. કંપનીનું કહવું છે કે, ભારત સહિત દેશોમાં તેના યુઝર્સ પર મર્સેનરી સ્પાયવેર એટેકનો ખતરો છે. ચોક્કસ યુઝર્સને ટાર્ગેટ બનાવીને આ સ્પાયવેરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. એપ્પલ તરફથી આવી ચેતવણી અનેક વિપક્ષી નેતાઓ દ્વારા એવો દાવો કરાયા બાદ આવી છે જેને રાજ્ય પ્રેરિત હેકરો તેમના આઇફોન સુધી પહોંચવાના પ્રયાસ કરવાની ચેતવણીવાળા મેસેજ મળ્યા છે. નોટિફિકેશનમાં એપ્પલે પેગાસસ સ્પાયવેરનો પણ ઉલ્લેખ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ર0ર1માં ભારતમાં વિપક્ષ નેતાઓની જાસૂસીનો મામલો બહુ ગાજ્યો હતો. એપ્પલે ચેતવણી આપી છે કે સ્પાયવેર એટેક આઇફોન યુઝર્સ માટે મોટો ખતરો હોઈ કે છે. 11 એપ્રિલની રાત્રે કંપનીએ આ થ્રેડ નોટિફિકેશન મોકલ્યું હતું. કંપનીએ કહ્યંy કે આ સ્પાયવેરથી તમારો આઇફોન હેક થઈ શકે છે. ખાસ કરીને તમને નિશાનો બનાવીને આ હુમલો કરવામાં આવી શકે છે. તમારું નામ અને કામને કારણે ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. કંપનીએ યૂઝર્સને સંભવિત હુમલા અંગે સાવચેત રહેવા તાકીદ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024