• શનિવાર, 13 એપ્રિલ, 2024

મંગળ ઉપર લેન્ડર ઉતારશે ઈસરો

નાસાની જેમ મંગળ ઉપર હેલીકોપ્ટર મોકલવામાં આવશે

નવી દિલ્હી, તા. 26 : ઈસરો વર્તમાન સમયે મંગળ મિશનના કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યું છે. આ વખતે મંગળયાન મંગળના ચક્કર નહીં લગાડે પણ તેની સપાટી ઉપર લેન્ડ કરશે. ઈસરો મંગળયાન લેન્ડરની સાથે નાસાની જેમ હેલિકોપ્ટર પણ મોકલશે. આ હેલિકોપ્ટર ઇન્જિન્યુટીની જેવું હોવાની સંભાવના છે. આ પહેલા ભારતે નવેમ્બર 2013માં મંગળયાન મોકલ્યું હતું. જે સપ્ટેમ્બર 2014માં લેન્ડ થયું હતું. આ સ્પેસક્રાફ્ટે મંગળ ગ્રહની ચારેતરફ ચક્કર કાપ્યા હતા. સ્પેસક્રાફ્ટે આશા કરતા વધારે કામ કર્યું હતું અને વર્ષ 2022માં સ્પેસક્રાફ્ટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના સાયન્ટીસ્ટ જયદેવ પ્રદીપે એક વેબિનારમાં કહ્યું હતું કે, ઈસરો મંગળ ગ્રહ ઉપર હેલિકોપ્ટર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે ઈસરો મંગળની સપાટી ઉપર લેન્ડિંગ કરાવશે. જેથી સપાટી ઉપર ટકીને વૈજ્ઞાનિક તપાસ કરી શકાય અને હેલિકોપ્ટર મારફતે હવાઈ સર્વે પણ થઈ શકે. ઈસરોના ડ્રોન હેલિકોપ્ટરમાં ટેમ્પરેચર સેન્સર, હ્યુમિડિટી સેન્સર, પ્રેશર સેન્સર, વિંડ સ્પીડ સેન્સર, ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્સર વગેરે હશે. તે હવામાં ઉડતા સમયે એરોસોલની પણ તપાસ કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીલિયાના કુતાણા ગામે પત્નીની કોદાળીનો ઘા ઝીંકી હત્યા કરતો પતિ પૈસાના મામલે બન્ને વચ્ચે ઝઘડો થતાં બોથર્ડ પદાર્થનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું April 13, Sat, 2024