• શનિવાર, 27 જુલાઈ, 2024

553 રેલવે સ્ટેશનનો થશે પુનર્વિકાસ

પીએમ મોદીએ દેશને આપી 41,000 કરોડ રૂપિયાના પ્રેજેક્ટ્સની ભેટ

નવી દિલ્હી, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને 41 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી બે હજાર રેલવે ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. જેમાં 500થી વધારે રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, જે સ્કેલ અને સ્પીડથી હવે કામ થઈ રહ્યું છે તે ચોંકાવનારું છે. પીએમ મોદીએ 300થી વધારે જિલ્લામાં 550થી વધારે રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યું છે.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે આ પ્રોગ્રામ ભારતની કામ કરવાની રીત બતાવે છે. હવે ભારત ખૂબ જ ઝડપથી કામ કરે છે. ભારત મોટા સપનાં જોવે છે અને તેને પૂરા કરે છે. પીએમ મોદીએ ત્રીજા કાર્યકાળ ઉપર ભરોસો વ્યક્ત કરતા કહ્યું હતું કે જે પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યું છે તેનું ઉદ્ઘાટન કરવાની પણ તક તેઓને મળવાની છે. સરકારનો ત્રીજો કાર્યકાળ જૂન મહિનાથી શરૂ થઈ જશે. પીએમ મોદીએ અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ 553 રેલવે સ્ટેશનના પુનર્વિકાસ           કામની શરૂઆત કરી છે. મોદીએ કહ્યું હતું કે લોકોએ જોયું છે કે કેવી રીતે છેલ્લા 10 વર્ષમાં ન્યુ ઇન્ડિયા બન્યું છે. રેલવેમાં મોટું પરિવર્તન આવ્યું છે. ટ્રેકના ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી છે. પહેલા જનતાના રૂપિયાની લૂંટ થતી હતી હવે એક એક રૂપિયો વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે.

ભારતીય રેલવે લાંબા સમય સુધી રાજનીતિનો શિકાર બન્યું હતું. જો કે હવે પૂરી રીતે બદલાવ આવ્યો છે. જે રેલવે સ્ટેશનને રિનોવેટ કરવામાં આવી રહ્યા છે તે સ્થાનીય સભ્યતા અને કળાને વિસ્તાર આપે છે. પીએમ મોદીએ 1500થી વધારે રોડ, ઓવરબ્રિજ, અંડરપાસની પરિયોજનાનું પણ શિલાન્યાસ કર્યું હતું. જેમાં યુપીમાં 252, મહારાષ્ટ્રમાં 175, તમિલનાડુમાં 115 પ્રોજેક્ટ સામેલ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024