• શનિવાર, 27 જુલાઈ, 2024

બંગાળની ખાડીમાં વાવાઝોડાનાં કારણે ગુજરાતમાં ફરી પડશે વરસાદ રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ, તા.2: ગુજરાતમાં શિયાળાની ઠંડી જામતી નથી અને વારંવાર વાતાવરણ પલટાતું હોય તેમ આજે અનેક ભાગોમાં વાદળિયાં વાતાવરણ વચ્ચે છાંટા વરસતા રહે છે. રાજ્યમાં માવઠા બાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

દરમિયાન આજે અમદાવાદમાં વાદળો છવાયાં હતાં અને સવારે કેટલાક વિસ્તારોમાં છાંટા પણ પડયા હતા. વડોદરામાં પણ મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં છાંટા પડવા સાથે પવન ફુંકાયો હતો. આમ, શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ થયું હતું.

આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના નથી પરંતુ કેટલાક જિલ્લા જેમ કે, દાહોદ,  પંચમહાલ, ખેડામાં વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટાં પડી શકે છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની શક્યતા છે તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે તેમજ ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી ા}

શકે છે.

રાજ્યના ખેડૂતો પર ફરી માવઠાની ઘાત બેઠી છે. જો કે, હવામાન નિષ્ણાતોના મતે આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતાવાળું નહીં હોય. આ સાથે આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય. 5 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 5 તારીખથી રાજ્યમાં ફરી વાતાવરણ સ્વચ્છ બનશે. જો કે,  તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થતાં ઠંડી વધશે. ડિસેમ્બરમાં મહતમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા ઘટશે અને પવન 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

દરમિયાન હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. ઈંખઉ એ આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. જો તે ચક્રવાત બનશે તો માઈચોંગ વાવાઝોડું (ખશભવફીક્ષલ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે ત્યારે ગુજરાતમાં આ વાવાઝોડાની નહીંવત્ અસર થશે. હાલ ગુજરાતમાં એક તરફ ઠંડીનો ચમકારો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા છે. આ દિવસોમાં ઠંડીનો પારો ડાઉન પણ થઈ શકે છે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે. વાવાઝોડું 5 તારીખે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ્સ થશે. જેની અસરથી ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમા છૂટછવાયો હળવો વરસાદ થઈ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024