• શનિવાર, 27 જુલાઈ, 2024

સિરપકાંડ: સૈરાષ્ટ્રમાં બીજા દિવસે પણ પોલીસની ધોંસ

જામનગર, તળાજા, કેશોદ, અમરેલી, ચોટીલા, સોમનાથ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પોલીસના દરોડા: ત્રણ ઝડપાયા

ખેડા સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યાં પોલીસ એક્શન મોડમાં, નકલી સેનેટાઈઝર કેસમાં ઝડપાયેલા શખસનું નામ ખુલ્યું

રાજકોટ, તા. 2:ખેડામાં નશાકારક સિરપ પીધા બાદ છ લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. સિરપ કાંડમાં વડોદરાનું કનેક્શન ખુલ્યા બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. નકલી સેનેટાઈઝરના કેસમાં ઝડપાયેલા શખસનું નામ ખુલતા પોલીસે આરોપીને સકંજામાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે જામનગર, તળાજા, કેશોદ, અમરેલી, ચોટીલા, સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી છે.

ખેડામાં થયેલા સિરપકાંડમાં વડોદરા કનેકશન ખુલતા વડોદરા પોલીસ કમિશન અનુપમસિંગ ગેહલૌતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ખેડામાં સિરપકાંડની ઘટના સામે આવ્યાં બાદ છેલ્લા ત્રણ દિવશથી વડોદરામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ડ્રાઈવ ચાલુ જ રહેશે. ખેડાના સિરપકાંડમાં બે આરોપીઓના નામ સામે આવ્યાં છે. તેઓ ગુનાઇત ઈતિહાસ ધરાવે છે. શુક્રવારે મોડી સાંજે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપીમાં યોગેશ પારૂમલ સિંધિ, ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ નારાયણ ઉર્ફે કિશોર સોઢા, ઈશ્વર સોઢા તથા ભાવનગરના નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીના નામનો ઉલ્લેખ છે. જે પૈકી નિતિન કોટવાણી આ પૂર્વે પણ નકલી સેનેટાઈઝર બનાવવાના ગુનામાં ઝડપાયેલો છે તેમજ આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલ મિશ્રિત દારૂ બનાવવાના કેસમાં આરોપી નીતિન કોટવાણીએ જેલવાસ દરમયાન અન્ય બે કેદીઓ સાથે મળીને સિરપની બોટલોમાં દારૂ બનાવવાનો પ્લાન ઘડયો હોવાનો ઘટસ્ફોટ પીસીબીની તપાસમાં થયો છે.

અમરેલી એસઓજી પોલીસે ટાવર રોડ ઉપર શાકમાર્કેટ સામે આવેલ ભાટિયા આયુર્વેદિક નામની દુકાનમાં તપાસ હાથ ધરતા દુકાનના માલિક જય તરુણભાઇ સંપટના કબજામાંથી અલગ અલગ બ્રાન્ડની શંકાસ્પદ નશાકારક (જુઓ પાનું 10)

 કેફી પીણાંની તેમજ એક્સપાયર થઇ ગયેલ રૂપિયા 8692ની કિંમતની 78 બોટલ ઝડપી લઈ એફએસએલમાં મોકલાઈ છે.

આ ઉપરાંત તળાજાના ભાલર ગામે આવેલ શિવમ પાન માવાની દિલીપાસિંહ ચંદુભા ગોહિલની દુકાનમા બીટ જમાદાર દિનેશભાઇ માયડાએ તપાસ હાથ ધરી શંકાસ્પદ કેફી પ્રવાહી મિશ્રિત પીણું હોવાનું માનીને સિરપની રૂપિયા 41125ની 282 બોટલ કબજે કરીને તપાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે.

જામનગરમાં અંબર સિનેમા પાસે આવેલી શંકર વિજય નામની દુકાનમાંથી હનુમાન ગેટ પોલીસ ચોકીના સ્ટાફે 47 નંગ નશાકારક પીણાંની બોટલોનો જથ્થો કબજે કર્યો છે અને દુકાનના સંચાલક કનૈયાલાલ લીલારામ નંદાની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. સિક્કામાં પંચવટી સોસાયટીમાં દિનેશાસિંહ જાલમાસિંહ કેર નામના વેપારી દ્વારા પોતાની આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં નશાકારક પીણાની બોટલોનો સંગ્રહ કરીને તેનો વેચાણ કરાતું હોવાની માહિતીના આધારે સિક્કા પોલીસે દરોડો પાડી 123 નંગ નશાકારક પીણાંની બોટલો કબજે કરી તેના સંચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે.

કેશોદના જૂનાગઢ રોડ  સિંધી સોસાયટીના નાકા પાસે આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ કેફી પીણાની વાસ આવતી હોય સઘન તપાસ હાથ ધરવામાં આવતાં આયુર્વેદિક સિરપની બોટલો રૂપિયા 1.28 લાખની 1280 બોટલ કબજે કરીને માલિક નરેશભાઈ માધવદાસ લાલવાણી (ઉં.45) સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

તાલાલાના નરસિંહ ટેકરી વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમયાન બાતમી મળતા શ્રદ્ધા પાનની દુકાનમાં ચેકીંગની કામગીરી કરતા દુકાનમાંથી નશાકારક સિરપની 8 બોટલ મળી આવતા નશાકાકિ સિરપનું વેચાણ કરતા જીતેન્દ્રભાઈ વ્રજલાલ રાયઠઠ્ઠા (ઉ.50)ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયાના ભાણવડમાં  ચિરાગ રામ નામનો શખસ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક દવાની બોટલની હેરફેર કરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે આયુર્વેદિક દવાની બોટલનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે.

લખતર પીએસઆઈ એન. એ. ડાભી સહિતના સ્ટાફે શહેરમાં આવેલી વિવિધ દુકાનોમાં નશાકારક સિરપ અંગેનું ચેકીંગ હાથ ધર્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024