• શનિવાર, 27 જુલાઈ, 2024

ત્રણ રાજ્ય પર ‘િમચોંગ’ ચક્રવાતનું જોખમ

બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું દબાણ 24 કલાકમાં ચક્રવાતમાં ફેરવાશે: આંધ્રના તટે ટકરાય તેવી આશંકા: આંધ્ર ઉપરાંત તામિલનાડુ અને ઓરિસ્સાને એલર્ટ: વરસાદની આગાહી

ચેન્નાઈ, તા.2 : આંધ્રપ્રદેશ પર ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ આજે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને  આગામી 24 કલાકમાં તે ચક્રવાતનું સ્વરૂપ લેશે. આ વાવાઝોડાને મિચોંગ નામ આપવામાં આવ્યું છે.  મિચોંગ આંધ્રપ્રદેશથી ટકરાય તેવી આશંકા છે. ત્રણ રાજ્યોને વાવાઝોડાનું એલર્ટ?આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરને કારણે નાગપટ્ટનમમાં સમુદ્ર 100 મીટર પાછળ ચાલ્યો ગયો હતો અને કિનારાની પહોળાઈ વધી હતી. તામિલનાડુના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીએ જણાવ્યું કે, ત્રીજી ડિસેમ્બરથી વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે  અને પાંચમી ડિસેમ્બરની સવારે તે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે આંધ્રપ્રદેશનો દરિયાકાંઠો પાર કરશે. તે સમયે તોફાનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. તે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે છે.  દરમ્યાન, ચક્રવાતની અસરને કારણે નાગાપટ્ટનમ જિલ્લામાં વેલંકન્ની બીચ પર સમુદ્ર 100 મીટર પાછળ ખસી ગયો છે, જ્યાં કિનારાની પહોળાઈ વધી ગઈ છે.

વિશાખાપટ્ટનમ ચક્રવાત ચેતવણી કેન્દ્રના એમડી સુનંદાએ જણાવ્યું હતું કે આવતીકાલથી જ તામિલનાડુ અને આંધ્રના તટ પર ઝડપી હવાઓ અને વરસાદનું પ્રમાણ વધશે.

આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓરિસ્સાને ચક્રવાતનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. તકેદારીના ભાગરૂપે પુડ્ડુચેરીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.

મિચોંગ તોફાનનું નામ મ્યાંમારે આપ્યું છે જેનો અર્થ તાકાત એવો થાય છે. મિચોંગ એ વર્ષ 2023માં બંગાળની ખાડીનું ચોથું અને હિંદ મહાસાગરમાં સર્જાયેલું છઠ્ઠું તોફાન છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024