• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ખેડા સિરપકાંડ બાદ રાજ્યવ્યાપી દરોડા, 10ની ધરપકડ

નશાકારક સિરપ વેચતા દ્વારકામાં આઠ, વડીયા-કુંકાવાવ-મોરબીમાં એક ઝડપાયા, રાજ્યમાં 13 હજારથી વધુ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપાઈ

રાજકોટ, પોરબંદર, સુરત, સોમનાથ, જામનગર, ભાવનગર, મોરબી સહિતના સ્થળોએ પોલીસ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

રાજકોટ, તા. 1:ખેડામાં થયેલ સિરપ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા રેડ કરી સિરપની બોટલો જપ્ત કરવાની ઝુબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 13 હજારથી વધુ આયુર્વેદિક સિરપની બોટલનો જથ્થો ઝડપાતા પોલીસ ચોંકી ઊઠી હતી. તો નશાકારક આયુર્વેદિક સિરપની બોટલનું વેચાણ કરતા દ્વારકામાં આઠ, વડીયા-કુકાવાવ, મોરબીમાં એક-એક મળીને કુલ 10ને ઝડપી લેવામાં આવ્યાં છે.

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાનાં સમી તાલુકાનાં અનવરપુરા ગામે એસઓજી પોલીસે રેડ કરી 5300 બોટલ જપ્તી કરી હતી. પોલીસે અનવરપુરા ગામમાંથી 7 લાખની કિંમતનો સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.

જ્યારે મહેસાણા જીલ્લામાં 210થી વધુ જગ્યાએ પોલીસે રેડ કરી હતી. જેમાંથી 6 જગ્યાએથી શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાવા પામ્યો હતો. જેમાં ઊંઝા, મહેસાણા એ ડીવીઝન, બી ડીવીઝન, કડી, લાંઘણજ, સાંથલ વિસ્તારમાંથી સિરપ મળી આવી હતી. ત્યારે પોલીસે સિરપનો કુલ 2313 બોટલના જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત આશરે 3 લાખ 46 હજાર રૂપિયા થાય છે.  હજાર 188 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જીલ્લામાંથી 2600 જેટલી શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો જપ્ત કરવામાં આવી છે.  

બનાસકાંઠાના ડીસાના ભીલડી પોલીસે પણ ગેરકાયદે સિરપનો જથ્થો ઝડપ્યો છે. ભીલડી ગામે અંજની પાર્લરના ગોડાઉનમાંથી 1102 જેટલી બોટલ સહિત રૂ. 1.42 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

દરમિયાનમાં ગાંધીનગરના અડાલજ ખાતે પોરગામમાં આવેલા પાર્લર પરથી સિરપ મળી આવી હતી.બે પાર્લર પરથી કુલ 90 જેટલી બોટલ જપ્ત કરવામાં આવી હતી.આ 90 બોટલમાં આયુર્વેદીક દવાના નામને અન્ય સિરપ હોવાનું સામે આવ્યું હતું. ગાંધીનગર પોલીસે બે આરોપી સાથે 13 હજાર 140 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

જોકે અમદાવાદમાં આયુર્વેદિક સિરપને લઈ એક પણ ગુનો નોંધાયો નથી. પરંતુ કફ સિરપ બાદ આયુર્વેદિક સિરપનો નશા માટે ઉપયોગ વધ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્રનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ગેરકાયદેસર ચાલતા નશાનાં વેપારને બંધ કરવા આદેશ અપાયા છે. 

વધુમાં સૌરાષ્ટ્રમાં પણ આયુર્વેદિક દવાના નામે વેચાતા સિરપ સંદર્ભે પોલીસ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવામાં હતા. જેમાં જામનગર શહેરમાંથી પણ નશાકારક સિરપનો જ્થ્થો મળ્યો છે.દીપ પાન નામની દુકાનમાંથી હર્બલ ટોનિક પ્રોડક્ટના નામે વેચાણ કરાતા શંકાસ્પદ નશાયુક્ત કેફી પીણાનો જથ્થો સી ડિવિઝન પોલીસે ઝડ્યો છે. 96 જેટલી બોટલ સાથે 14 હજાર 400નો મુદ્દામાલ ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

અમરેલી જિલ્લામાં બાબરાના દર્શન પાનની દુકાનમાંથી પોલીસે 3000 જેટલી સિરપનો જથ્થો પકડી પાડ્યો છે. એક બોટલની કિંમત રૂ 150 ગણતા કુલ રૂ. 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વધુમાં એક શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

ઉપરાંત મોરબીના પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં શિવ કિરાણા સ્ટોર્સમાંથી પોલીસે 80 બોટલના જથ્થા સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.  મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રાલિંગમાં હોય દરમિયાન ભક્તિનગર સર્કલ એસ્સાર પંપ સામે આવેલ મુરલીધર પાનની દુકાનમાં શંકાસ્પદ શિરપનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને રૂપિયા 18 હજારની કિમતની 120 બોટલનો જથ્થો કબજે લઈને એફ.એસ.એલ રીપોર્ટ માટે મોકલી છે અને રીપોર્ટ આવ્યે વેચનાર ઈસમ કુલદીપ ગાવિંદભાઈ ડાંગર અને મોકલનારમાં હિતેષભાઈ રાવલનું પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

જયારે દેવભૂમિ દ્વારકામાં પોલીસે દુકાનોમાંથી 992 બોટલની સિરપ ઝડપીને આઠ લોકોની અટકાયત કરી હતી. ઉપરાંત ભાવનગરમાં આયુર્વેદિક સિરપના નામે વેચાતી 10 બોટલ ઝડપી લીધી હતી જ્યારે બોટાદ જિલ્લામાં ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 80 નંગ નશાકારક સિરપ પકડી લેવાયુ હતું. 

દક્ષિણ ગુજરાતના આર્થિક શહેર એવા સુરતમાં પણ મેડિકલ સ્ટોર પર સુરત એસઓજી અને પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા.સુરત શહેરના ગોડાદરા, વરાછા, કાપોદ્રા, પૂણા અને અમરેલી વિસ્તારમાં વેલા અલગ પાનના ગલ્લા તેમજ ડીસ્ટ્રીબ્યૂટરો પર રેડ કરીને રૂ. 2.82 લાખની કિંમતની 2155થી વધુ નશાકારક સિરપ ઝડપી પાડી છે. જેઓ તબીબના પ્રિક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા હતા.

નોંધનીય છે કે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સિરપ પીવાથી 5 લોકોના મોત થયા હતા. ખેડા એલસીબીએ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે. પરંતુ તેને ભાજપ દ્વારા સસ્પેન્ડ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. 

 

ખેડામાં થયેલા સિરપકાંડ બાદ રાજ્યામાં પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા 80 ફુટ રોડ ઉપર આવેલા અમુલ સર્કલ, નાણાવટી ચોક, ગાંધીગ્રામ, રૈયા રોડ, મવડી રોડ, કેનાલ રોડ, વિદ્યાનગર મેઈન રોડ, મોરબી રોડ, રેલનગર, સાધુવાસવાણી રોડ, મોટીટાંકી ચોક સહિતના વિસ્તારોમાં આવેલી પાનની દુકાનમાં ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી.

વડીયા તાલુકાના કુંકાવાવ ગામે અમરાપરા રોડ પર આવેલ રઘુવીર પાનની દુકાનમા પોલીસે દરોડો પાડીને રૂપિયા 6 હજારની કિંમતની નશાકારક સિરપની 40 બોટલ સાથે મોટીકુકાવાવના જીજ્ઞેશભાઇ રામજીભાઇ લાખાણીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

ગઢડાના બોટાદ રોડ ખાતે આવેલા રાજ આઇક્રીમ ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને ઋઊછઊઋઊખ અજઅટ કંપનીની 400એમએલની પ્લાસ્ટીકની 80 બોટલો કબજે કરીને એક બોટલ અભિપ્રાય મેળવવા માટે એફએસએલમાં મોકલીને કાર્યવાહી હાથ ધરી છે.

વડિયામાં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણીના રહેણાંક મકાન અને  મહાદેવ પાન એન્ડ કાલ્ડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280 નંગ જથ્થો સાથે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વડિયા પોલીના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા શંકાસ્પદ દુકાનો ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બરોડામાં એસઓજી દ્વારા અક્ષર ચોક, માંજલપુર, સયાજીગંજ, મકરપુરા, ફતેગંજ, વાઘોડીયા રોડ, આજવા રોડ સહિતના 20 જેટલા મેડિકલ સ્ટોરમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ અંગે મેડિક એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. અમે ટ્રેડર છીએ, અમે મેન્યુફેક્ચરર નથી. પ્રથમ દ્રષ્ટિએ આ ગુનો અમરા સુધી આવતો નથી. અમારા કોઈપણ મેમ્બર આ ઘટનામાં બિલ વગર રાખી સિરપનું વેચાણ કરતા મળી આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેમના પરવાના રદ્દ પણ થશે.

દવાનું ગેરકાયદે વેચાણ થતું હોય તો પોલીસનો સંપર્ક કરો

ખેડામાં સિરપકાંડ બાદ પોલીસ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યાં છે. ત્યારે પોરબંદરમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર આયુર્વેદિક દવા વેચાતી હોય તો પોલીસનો સંપર્ક કરીને તેની માહિતી આપવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને મળી બેઠક

દરમિયાન ભાવનગરમાં પણ ડીવાયએસપીનાં અધ્યક્ષ સ્થાને આયુર્વેદિક દવા વેચતા ડીલર તેમજ એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ભાવનગરમાં હવે ડોક્ટરનાં પ્રિસ્કિપ્શન વગર સિરપ મળશે નહી તેવો આદેશ અપાયો હતો. આ સંદર્ભે મેડિકલ એસોસિએશન તેમજ મેડિકલ સ્ટોરનાં સંચાલકોએ સૂચનો આપ્યા હતા. આ બાબતે ભાવનગર ડી.વાય.એસ.પી. આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં આર્યુવેદિક ટોનિકનાં નામે સ્ટોરમાંથી કાલમેઘાસવ તેમજ બીજા જે ટોનિક મળે છે તેને રોકવા માટે પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે.

Budget 2024 LIVE