• શનિવાર, 27 જુલાઈ, 2024

નવેમ્બરમાં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા

વાર્ષિક દૃષ્ટિએ કલેક્શનમાં 15 ટકાની વૃદ્ધિ : વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો

નવી દિલ્હી, તા. 1 : ગયા નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 15 ટકા વધીને 1.68 લાખ કરોડ રૂપિયા જેટલું રહ્યું છે. નાણા મંત્રાલયે જાણકરી આપી છે કે નવેમ્બર-2023માં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ રહ્યું છે જ્યારે ઓક્ટોબર મહિનામાં આ આંકડો 1.72 લાખ કરોડ રૂપિયા હતો. ઓક્ટોબર મહિનાના મુકાબલે કલેક્શનમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે વાર્ષિક રીતે કલેક્શનમાં 15.1 ટકાની વૃદ્ધિ થઈ છે.નવેમ્બરનું જીએસટી કલેક્શન અત્યારસુધીનું બીજુ સૌથી મોટુ કલેક્શન છે. આ સાથે સતત નવમા મહિને માસિક જીએસટી  કલેક્શન 1.5 લાખ કરોડથી ઉપર રહ્યું છે. આ ઉપરાંત વિદેશી મુદ્રા ભંડાર 2.54 અબજ ડોલર વધીને 597.93 અબજ ડોલર થયો છે.

નવેમ્બરમાં સીજીએસટી કલેક્શન 30,400 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે એસજીએસટી કલેક્શન 38200 કરોડ રૂપિયા નોંધાયું હતું. આ ઉપરાંત આઈજીએસટી કલેક્શન 87000 કરોડ રૂપિયા છે. નાણા મંત્રાલયના કહેવા પ્રમાણે નવેમ્બરમાં સેસ કલેક્શન 12,300 કરોડ રૂપિયા નોંધાયું છે. ગયા સાત મહિનામાં કુલ પાંચ વખત કલેક્શન 1.6 લાખ કરોડને ઉપર રહ્યું છે જ્યારે માત્ર એક વખત 1.5 લાખ કરોડથી નીચે રહ્યું છે. જીએસટી ડેટા અનુસાર 2023-24મા સરેરાશ માસિક કલેક્શન 1.67 લાખ કરોડ થયું છે. છેલ્લા અમુક વર્ષમાં માસિક જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે. મહામારી પ્રભાવિત વર્ષ 2020-21 બાદ સંગ્રહ ઝડપથી વધીને 2022-23મા સરેરાશ 1.51 લાખ કરોડ થયો હતો. આ ઉપરાંત દેશનો વિદેશી મુદ્રા ભંડાર 24 નવેમ્બરના પુરા થયેલા સપ્તાહમાં 2.54 અબજ ડોલર વધીને 597.93 અબજ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી. આ પહેલાના અઠવાડીયે દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 5.07 અબજ ડોલર વધીને 595.39 અબજ ડોલર થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024