• શનિવાર, 27 જુલાઈ, 2024

દશેરાએ જ ન દોડયા...

સ્ટેડિયમમાં સન્નાટો: ઓસ્ટ્રેલિયાના કેપ્ટને બોલેલું પાળી બતાવ્યું

સપનું તૂટયું: ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો નિરાશાજનક દેખાવ: ઓસ્ટ્રેલિયા છઠ્ઠીવાર વર્લ્ડ ચેમ્પિયન

નમો સ્ટેડિયમમાં હાર બાદ ચાહકોની આંખમાંથી આંસુઓનો દરિયો વહ્યોઁ: ભારતીય ખેલાડીઓ પણ અશ્રુ ખાળી શકયા નહીં

ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ-ફિલ્ડીંગ સામે ભારત 240 રનમાં ઓલઆઉટ: ટ્રેવિસ હેડની આક્રમક સદીથી ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે 241 રન કરી ઐતિહાસિક જીત મેળવી

અમદાવાદ, તા.19: રવિવારની રાત્રે કરોડો દેશવાસીનું સોનેરી સપનું ચકનાચૂર થયું હતું. અત્યાર સુધીની અપરાજીત ભારતીય ટીમને વિશ્વ કપના ફાઇનલમાં હાર સહન કરવી પડી છે. અત્યાર સુધી તમામ 10 કિલ્લા ઢેર કરનાર ટીમ ઇન્ડિયા મિશન ઓસ્ટ્રેલિયા સામે નતમસ્તક થઇ હતી. બીજી તરફ આઇસીસી નોકઆઉટ મેચનું માહિર ઓસ્ટ્રેલિયા સંપૂર્ણ વર્ચસ્વ 6 વિકેટની દબદબાભરી જીત સાથે છઠ્ઠીવાર વિશ્વ વિજેતા બન્યું છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની તમામ વ્યૂહરચના નિષ્ફળ રહી હતી. આ સામે ઓસ્ટ્રેલિયાએ તેની રણનીતિને મેદાન પર બખૂબીથી અંજામ આપીને ભારતને 6 વિકેટે આંચકારૂપ હાર આપીને વિશ્વ કપ ટ્રોફી કબજે કરી હતી. ભારતીય ટીમની હારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકો રીતસરના રડી પડયા હતા. તો ભારતીય ખેલાડીઓ ભાંગી પડયા હતા.

ટીમ ઇન્ડિયા ફાઇનલમાં તમામ મોરચે ઉણી ઉતરી હતી અને પ0 ઓવરમાં 240 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ પછી ટ્રેવિસ હેડની સદીથી ઓસ્ટ્રેલિયાએ 42 દડા બાકી રાખીને 43 ઓવરમાં 4 વિકેટે 241 રન કરીને 6 વિકેટે ઐતિહાસિક વિજય સાથે 201પ બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયન બની હતી. 120 દડામાં 137 રન કરનાર ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ ફાઇનલ જાહેર થયો હતો. ઓસ્ટ્રેલિયાને ચમકતી આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી સાથે 33.29 કરોડનું ઇનામ મળ્યું હતું. જયારે ટીમ ઇન્ડિયાના ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ઓરતા અધૂરા રહ્યા હતા અને રનર્સ અપ ટ્રોફીથી સંતોષ માનવો પડયો હતો. ભારતને 16.64 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

2011ના વિશ્વ કપથી હોમ ટીમનો ચેમ્પિયન બનાવાનો ક્રમ આ વખતે તૂટયો હતો. 2011માં ભારત ઘરઆંગણે ચેમ્પિયન થયું હતું. તો 201પમાં ઓસ્ટ્રેલિયાએ હોમ ગ્રાઉન્ડ પર પાંચમી વખત ટ્રોફી કબજે કરી હતી. 2019માં ઇંગ્લેન્ડની ટીમ સરજમીં પર વિશ્વ વિજેતા બની હતી, પણ આ વખતે 2023ના વિશ્વ કપમાં ભારતીય ટીમ આ કમાલ કરી શકી નથી. રોહિત શર્માની ટીમ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ જેવો ચમત્કાર કરી શકી નથી. આ ઉપરાંત 2003ના વિશ્વ કપના ફાઇનલની હારનો ઓસ્ટ્રેલિયા સામેની હારનો હિસાબ ચૂકતે કરી શકી નથી.

ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારથી પૂરા ભારત દેશમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ભારતની જીતની ઉજવણીની તૈયારી માટેની મીઠાઇ વહેંચણીના કાર્યક્રમો અને આતશબાજી ઠપ થઇ ગયા હતા. જો કે દેશવાસીઓએ વિશ્વ કપના ટીમ ઇન્ડિયાના અત્યાર સુધીના શાનદાર દેખાવની ખેલદિલીથી પ્રશંસા કરી હતી. ફાઇનલમાં પીએમ નરેન્દ્ર મોદી સહિતની દેશ-વિદેશની હસ્તી હાજર રહી હતી. ઓસ્ટ્રેલિયાના વિજય માટે પીએમ મોદીએ અભિનંદન આપ્યા હતા.

241 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ એક તબકકે 47 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટ્રેવિસ હેડ અને માનર્સ લાબુશેન વચ્ચે ચોથી વિકેટમાં 21પ દડામાં 198 રનની વિજયી ભાગીદારી થઇ હતી. હેડે 120 દડામાં 1પ ચોકકા-4 છકકાથી 137 રનની ઇનિંગ રમી ભારતના હાથમાં ફાઇનલ છીનવી લીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024