• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ઉત્તરાખંડમાં ફસાયેલા 141 ગુજરાતીઓને પરત કવાયત

પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર, વડોદરા સહિતના તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

 

અમદાવાદ, તા.7: ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીરગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલી સ્થિતિમા પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ફસાયા હોવાની વિગતો મળી હતી. જો કે સરકાર દ્વારા તમામનો સંપર્ક કરી તેઓ સલામત હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડના એસ.સી.ઓ.સીના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના 141 પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ  છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલની ખરાબ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ પ્રવાસીઓનો એરલિફ્ટ પોસિબલ ન હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે જેમને મેડિકલ આસિસ્ટન્ટની જરૂર પડી છે તેમને તમામ પ્રકારની મેડિકલ સારવાર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ઉતરાખંડ સરકારના સતત સંપર્કમાં રહીને વહેલી તકે તમામ ગુજરાતના પ્રવાસીઓનો રેસ્ક્યુ કરી લેવામાં આવશે. જેમાં પાટણ(હારિજ) ના પ્રવાસીઓ માટે 12 ટુર ઓપરેટર સાથે વાત કરાઇ છે અને ટૂર ઓપરેટરે જણાવ્યું કે બધા યાત્રાળુઓ સુરક્ષિત છે. અમદાવાદના 99 યાત્રાળુઓ મંદાકિની ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. ઉત્તરકાશીએ નજીકના તબીબી કેન્દ્રમાંથી તબીબી સહાય માટે 4 યાત્રાળુઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના 10 યાત્રાળુ સુરક્ષિત હોવાનું ડીઈઓસી બનાસકાંઠાએ જણાવ્યું છે. ભાવનગર 15 યાત્રાળુઓ ધારાલીથી 30 કિમી દૂર અને વડોદરાના 5 યાત્રાળુ આર્મી કેમ્પ ગંગોત્રીમાં સુરક્ષિત છે. ધરોલીની આસપાસ બંધ રસ્તાઓ ફરીથી ખોલવાનું કામ ચાલી રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક