શ્રીનગર, તા.7 : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સીઆરપીએફના જવાનો ભરેલી એક બસ ર00 ફૂટ ઉંડી ખીણમાં ગબડી પડતાં 3 જવાન શહીદ થયા છે અને 1પને ઈજા પહોંચી છે. પ જવાનની હાલત ગંભીર ગણાવાઈ છે. બસમાં 18 જવાન સવાર હતા. દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી. સીઆરપીએફ અધિકારીએ જણાવ્યું કે 187મી બટાલિયનનું વાહન ગુરુવારે સવારે 10:30 આસપાસ સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું ત્યારે ઢાળવાળા રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબક્યું હતું. બનાવ સ્થળેથી 3 મૃતદેહ મળ્યા છે જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત જવાનોને એરલિફટ કરી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.