• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ટ્રમ્પ ટેરિફ લાગુ : ભારત સહિત 90 દેશ ઉપર ગાજ

અમેરિકા આવશે અબજો ડોલર, ફાયદો ઉઠાવનારા દેશો પસ્ત : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.7 : ભારત પર કુલ પ0 ટકા ટેરિફ લાદ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક નવી સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે જેમાં તેમણે કહ્યંy છે કે આજે મધરાતથી અમેરિકાના અબજો ડોલરની બચતની શરૂઆત થઈ જશે, જેમણે વર્ષો સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે તે દેશો પસ્ત થશે. અમેરિકા ફરી એકવાર મહાનતાના રસ્તે ચાલશે. અમેરિકાના સમયાનુસાર આજે મધરાતથી 90 દેશ પર નવો વધારેલો ટેરિફ લાગુ થશે.

ટ્રમ્પે ટ્રુથ પોસ્ટ પર લખ્યું કે આજે મધરાતથી જવાબી ટેરિફ લાગુ થશે. અબજો ડોલર એવા દેશોમાંથી આવશે જેમણે વર્ષો સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. આ કમાણીથી તેઓ ખુશ રહ્યા છે, જ્યારે અમેરિકાને નુકસાન થયું છે. આ રકમ અમેરિકા પાછી ફરશે. સાથે તેમણે અમેરિકી ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવતાં કહ્યંy કે ત્યાં ડાબેરી વિચારધારાવાળા લોકોએ કબજો જમાવ્યો છે.

તેમણે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરી રહેલા ભારતને નિશાનો બનાવવા અંગે સવાલના જવાબમાં કહ્યંy કે 8 જ કલાક થયા છે, હજુ ઘણું થવાનું બાકી છે. આવનારા સમયમાં તમે વધુ સેકન્ડરી સેકશન જોશો. રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થઈ જાયતો શું ભારત પરથી ઉંચો ટેરિફ હટાવી લેશો ? તેવું પૂછાતાં કહ્યંy કે ત્યારનું ત્યારે જોવાશે. અત્યારે ભારત પર પ0 ટકા ટેરિફ લાગશે. ચીન પણ રશિયન ક્રૂડ ખરીદે છે તો શું તેના પર પણ આટલો ઉંચો ટેરિફ લગાવશો ? તેવા સવાલના જવાબમાં કહ્યંy કે આવું થઈ શકે છે. નિર્ભર કરે છે કે અમે તેને કેવી રીતે કરવા ઈચ્છીએ છીએ.

અમેરિકાએ ભારત પર 1 ઓગસ્ટે જે રપ ટકા ટેરિફ લગાવ્યો હતો તે 7 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યો છે. ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા રશિયાના ક્રૂડની ખરીદીને કારણે આટલો ટેરિફ લગાવાયો છે. અગાઉ 30 જૂલાઈએ અમેરિકાએ રપ ટકા ટેરિફ લગાવ્યો હતો આમ કુલ પ0 ટકા ટેરિફ અમેરિકા ભારત પાસેથી વસૂલ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક