-રાજકોટ-મોરબી
હાઈવે પર ટંકારા નજીક સાંજનો બનાવ : એક લુટારુ પકડી લેવાયો
મોરબી,
તા. 21: રાજકોટ-મોરબી હાઈવે ઉપર ટંકારા નજીક સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટના
કમિશન એજન્ટની કારને આંતરી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક
અહેવાલ મુજબ લૂંટની રકમ એકાદ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જોકે આ ઘટના બાદ પોલીસે
તાત્કાલિક નાકાબંધી કરી ટંકારા-ધ્રોલ હાઇવે ઉપરથી એક લુટારુને ઝડપી લીધો હોવાનું સામે
આવ્યું છે. જો કે આ બનાવ અંગે પોલીસ સત્તાવાર રીતે કશું જ જાહેર કર્યું ન હતું.
ઘટનાને
પગલે ડીવાયએસપી સ્થળ પર દોડી આવ્યા હતા.
સૂત્રોમાંથી
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર ખજૂરા હોટલ પાસે રાજકોટના કમિશન એજન્ટની
કારને આંતરી બે કારમાં આવેલા શખ્સોએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી અન્ય કાર લઈ નાસી ગયા
હતા. સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં પોલીસને જાણ કરવામાં આવતા નાકાબંધી
કરવામાં આવી હતી અને ટંકારા -ધ્રોલ હાઇવે ઉપર પોલીસે એક લુટારુને ઝડપી લેવામાં સફળતા
મેળવી હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે.
લુટારુઓ
પોલો અને બલેનો કારમાં આવ્યા હતા અને વેપારી એજન્ટની મહિન્દ્રા એસયુવી 300 કારને આંતરી
લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે.
વધુમાં
લુટારુઓની એક બલેનો કાર મોરબી -2ાજકોટ હાઇવે ઉપર અકસ્માતગ્રસ્ત રેઢી હાલતમાં મળી આવી
હતી, સાથે જ અન્ય કારમાં નાસી ગયેલા લૂંટારુઓ પૈકી એક લુટારુને ઝડપી લેવામાં પોલીસને
સફળતા મળી છે, ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટમાં ગયેલી રકમ એક કરોડ આસપાસ હોવાનું
સામે આવ્યું છે. બનાવની જાણ થતા ડીવાયએસપી બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જો કે હજુ સમગ્ર
બનાવ અંગે પોલીસે દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. હાલ પોલીસના ધમધમાટની
સાથે બનાવની ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલી રહી છે.