• રવિવાર, 01 જૂન, 2025

વકફ ઈસ્લામનો જરૂરી હિસ્સો નથી : સુપ્રીમમાં કેન્દ્રની દલીલ

સરકારનો પક્ષ રાખતા એસજી તુષાર મેહતાએ કહ્યું, વકફ 100 વર્ષ જૂનું, તો કાગળ કેમ નહી બતાવાય ?

નવી દિલ્હી, તા. 21 : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે વકફ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી, માત્ર દાનની એક પ્રક્રિયા છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ અદાલતને કહ્યું હતું કે, વકફ બોર્ડ માત્ર ધર્મનિરપેક્ષ કમકાજ કરે છે. જેથી આ માટે સંવિધાન હેઠળ મૌલિક અધિકારના રૂપમાં દાવો કરી શકાય નહી. વકફ ઈસ્લામી અવધારણા છે જેને નકારી શકાય નહી પણ જ્યાં સુધી આવશ્કય હિસ્સો ન માનવામાં આવે ત્યાં સુધી અન્ય કોઈ દલીલોનો અર્થ રહેતો નથી.

કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે ધ્યાન રાખે કે વકફ ઘોષિત કરવામાં આવેલી સંપત્તિને વકફ સંપત્તિ માનવામાં આવે છે કે નહી. જેના ઉપર સીજેઆઈ ગવઈએ કહ્યું હતું કે શું 1923ના કાયદામાં રજીસ્ટ્રેશનની જોગવાઈ હતી ? તુષાર મેહતાએ જવાબ આપતા કહ્યું હતું કે એક અભિયાન ચાલી રહ્યું છે કે 100 વર્ષ જુની સંપત્તિના કાગળ ક્યાંથી લાવશું. જો કહેવામાં આવે છે કે વકફ 100 વર્ષ પહેલા બન્યું હતું તો છેલ્લા પાંચ વર્ષના જ કાગળ રજૂ કરવાના છે. આ માત્ર  ઔપચારિકતા નહોતી. અધિનિયમ સાથે પવિત્રતા જોડાયેલી છે. 1923 અધિનિયમ કહે છે કે જો દસ્તાવેજ છે તો રજૂ કરવામાં આવે બાકી જે કંઈ જાણકારી છે તેને રજૂ કરવામાં આવે.

તુષાર મેહતાએ કહ્યું હતું કે વકફ એક ઈસ્લામી વિચાર છે પણ ઈસ્લામનો મુળ કે અનિવાર્ય હિસ્સો નથી. માત્ર ઈસ્લામમાં દાન આપવાની વ્યવસ્થા છે. જેમ કે ઈસાઈ ધર્મમાં ચેરિટી, હિંદૂ ધર્માં દાન અને શિખ ધર્મમં સેવાની પરંપરા હોય છે તેમ જ ઈસ્લામમાં વકફ છે.

મુસ્લિમ પક્ષ દ્વરા પોતાની દલીલો રજૂ કરાયાના એક દિવસ બાદ પોતાની વાત રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને કહ્યું હતું કે વકફ બાય યુઝર જોગવાઈ હવે નવા કાયદામાં હટાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે કોઈને પણ સરકારી જમીન ઉપર સ્થાયી અધિકાર મળી શકે નહી. સરકાર આવી જમીનને પરત મેળવી શકે છે ભલે પછી તે  વકફ ઘોષિત કરવામાં આવી હોય.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે 1923થી ચાલી આવતી વકફ સંબંધિત સમસ્યાઓ નવા કાયદાથી ઉકેલવામાં આવી છે. નવા કાયદા માટે દરેક પક્ષની વાત સાંભળવામાં આવી છે. આ માટે 96 લાખ સુચનો મળ્યા છે. જેપીસીની 36 બેઠકો થઈ છે. અમુક અરજકર્તા પુરા મુસ્લિમ સમુદાયના મંતવ્યનો દાવો કરી શકે નહી.

 

ઇ-પેપરના નવા શુલ્ક