• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

યુરો કપમાં સ્પેનનો ક્રોએશિયા વિરૂધ્ધ 3-0થી ધમાકેદાર વિજય સ્વિસ ટીમે હંગેરીને 3-1 ગોલથી હાર આપી

અલ્બાનિયાના નેદિમ બજરામીએ 23 સેકેન્ડમાં ગોલ કરી રેકોર્ડ બનાવ્યો, પણ તેની ટીમ ઈટાલી સામે 1-2થી હારી 

બર્લિન/ડોર્ટમંડ તા. 16: યૂરોપીય ચેમ્પિયનશિપ ફૂટબોલ ટૂર્નામેન્ટ (યૂરો કપ)ના ગ્રુપ બીના મેચમાં સ્પેનનો ક્રોએશિયા સામે 3-0 ગોલથી ધમાકેદાર વિજય થયો હતો. જયારે સ્વિત્ઝરલેન્ડે હંગેરીને 3-1થી હાર આપી હતી. આ પહેલા અલ્બાનિયાના નેદિમ બજરામીએ મેચ શરૂ થયાના ફકત 23 સેકન્ડમાં ગોલ કરીને યૂરો કપમાં સૌથી ઝડપી ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જો કે તેની ટીમ વર્તમાન વિજેતા ઇટાલી ટીમ સામે 1-2 ગોલથી અંતમાં હારી હતી.

હંગેરી સામેના મેચમાં સ્વિતઝરલેન્ડ તરફથી ક્વાડવો દુઆહે 12મી અને માઇકલ અબીશરે 4પમી મિનિટે ગોલ કર્યાં હતા. સ્વિસ ટીમે પહેલા હાફમાં 2-0ની સરસાઇ બનાવી હતી. હંગેરી તરફથી એકમાત્ર ગોલ ડોમિન જોબોસ્લાઇએ હેડરથી 66મી મિનિટે કર્યોં હતો.

જયારે સ્પેનનો ક્રોએશિયા સામે 3-0 ગોલથી ધમાકેદાર વિજય નોંધાયો હતો. સ્પેન તરફથી કેપ્ટન અલ્વારો મોરાટાએ 29મી, ફેબિયન રુઇજે 32મી અને કાર્વાહાલે 47મી મિનિટે ગોલ કર્યાં હતા. બીજા હાફમાં બન્ને ટીમ કોઇ ગોલ કરી શકી ન હતી. ગ્રુપ બીમાં સ્પેન ટોચ પર પહોંચી છે. બીજા સ્થાને ઇટાલી છે.

ગ્રુપ બીના અન્ય એક મેચમાં અલ્બાનિયા સામે વર્તમાન ચેમ્પિયન ટીમ ઇટાલીનો 2-1 ગોલથી રોમાંચક વિજય થયો હતો. મેચની શરૂઆતની 23મી સેકન્ડે નેદિમ બજરામીએ ગોલ કરીને અલ્બાનિયાને સરસાઇ અપાવી હતી. જો કે ઇટાલીએ તુરત વાપસી કરીને 11મી મિનિટે ગોલ કરી સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. આ ગોલ એલેસેંડ્રા બસ્તોનીએ કર્યોં હતો. 16મી મિનિટે નિકોલો બરેલાએ ગોલ કરીને ઇટાલીને 2-1ની સરસાઇ અપાવી હતી. જે અંત સુધી કાયમ રહી હતી. બરેલા ઇટાલી તરફથી યૂરો કપમાં સૌથી વધુ 10 ગોલ કરનારો ખેલાડી બન્યો છે. તેણે ફ્રાંસેસ્કો ટોટી (9)નો રેકોર્ડ તોડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક