• રવિવાર, 21 જુલાઈ, 2024

સ્કોટલેન્ડ સામેની ઓસ્ટ્રેલિયાની જીતથી ઇંગ્લેન્ડ સુપર-8 રાઉન્ડમાં સ્કોટલેન્ડ વિરૂધ્ધ 2 દડા બાકી રહેતા ઓસિ.નો 5 વિકેટે રોમાંચક વિજય

ઇંગ્લેન્ડે D/L સિસ્ટમથી નામીબિયાને 41 રને હાર આપી

ગ્રોસ આઇલેટ/નોર્થ સાઉન્ડ, તા. 16 : સ્કોટલેન્ડ વિરુદ્ધના આખરી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને મળેલ રોમાંચક જીતનો ફાયદો ઇંગ્લેન્ડને થયો છે. ટી-20 વર્લ્ડ કપની વર્તમાન ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. સ્કોટલેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચ પહેલા ઇંગ્લેન્ડનો તેના આખરી ગ્રુપ મેચમાં નામીબિયા સામે ડકવર્થ/લૂઇસ નિયમથી 41 રને વિજય થયો હતો. આથી તેની નેટ રન રેટ સ્કોટલેન્ડની ઘણી સારી થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને હાર આપી હતી આથી ઇંગ્લેન્ડનો સુપર-8માં પ્રવેશ થયો હતો. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા ચારેય મેચ જીતી 8 પોઇન્ટ સાથે ટોચ પર રહ્યંy હતું જ્યારે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના એક સમાન પ-પ અંક રહ્યા હતા પરંતુ ઇંગ્લેન્ડની નેટ રન રેટ 3.611 હોવાથી તેની સુપર-8માં જગ્યા મળી હતી. સ્કોટલેન્ડ ટીમની નેટ રન રેટ 1.2પ3 રહી હતી.

ઓસ્ટ્રેલિયા - સ્કોટલેન્ડ મેચ

સ્કોટલેન્ડ ટીમે પહેલો દાવ લીધો હતો અને કાંગારુ બોલરોને હંફાવીને 20 ઓવરમાં પ વિકેટે 180 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જેમાં બ્રેંડન મેક્યૂલનના 34 દડામાં 2 ચોક્કા-6 છક્કાથી આતશી 60 રન મુખ્ય હતા. જોર્જ મંસીએ 3પ અને કેપ્ટન રિચર્ડ બેરિંગ્ટને 42 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે 2 વિકેટ લીધી હતી.

181 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 49 દડામાં પ ચોક્કા-4 છક્કાથી 68 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નર (1) અને કેપ્ટન મિચેલ માર્શ (8) નિષ્ફળ રહ્યા હતા. આ પછી માર્કસ સ્ટોઇનિસે વિસ્ફોટક બેટિંગ કરીને 29 દડામાં 9 ચોક્કા-2 છક્કાથી પ9 રનની વિજયી ઇનિંગ રમી હતી. તેના સાથમાં ટિમ ડેવિડ 14 દડામાં 29 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે આખરી ઓવરના ચોથા દડે છક્કો ફટકારીને ઓસ્ટ્રેલિયાને પ વિકેટે જીત અપાવી હતી. સ્ટોઇનિસ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ઇંગ્લેન્ડ-નામીબિયા મેચ

નામીબિયા સામેના નિર્ણાયક મેચમાં ઇંગ્લેન્ડનો 41 રને ડકવર્થ-લુઇસ નિયમથી વિજય થયો હતો. વરસાદને લીધે મેચ 10-10 ઓવરનો કરવામાં આવ્યો હતો. પ્રથમ દાવ લેનાર ઇંગ્લેન્ડની ટીમે શરૂઆતમાં બે વિકેટ કપ્તાન બટલર (0) અને સોલ્ટ (11)ની ગુમાવી હતી. આ પછી મેન ઓફ ધ મેચ હેરી બ્રુકે 20 દડામાં 4 ચોક્કા અને 2 છક્કાથી 47 રન અને જોની બેયરસ્ટોએ 31 રન કર્યા હતા. મોઇન ઝડપી 16 અને લિવિંગસ્ટોન 14 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ઇંગ્લેન્ડના 10 ઓવરમાં પ વિકેટે 122 રન થયા હતા. જવાબમાં નામીબિયા ટીમના 10 ઓવરમાં 3 વિકેટે 84 રન થયા હતા. આથી ઇંગ્લેન્ડનો 41 રને વિજય થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક