• શનિવાર, 27 જુલાઈ, 2024

યુગાન્ડા 39માં ડૂલ : વિન્ડિઝનો 134 રને વિશાળ વિજય વિશ્વ કપના સૌથી ઓછા સ્કોરના રેકોર્ડની યુગાન્ડાએ બરાબરી કરી

ગુયાના, તા.9 : ડાબોડી ઝડપી બોલર અકિલ હુસેનની પ વિકેટની મદદથી વેસ્ટ ઇન્ડિઝ ટીમે ગ્રુપ સીના મેચમાં યુગાન્ડા ટીમને 134 રને કારમી હાર આપી હતી. પહેલા બેટિંગ કરતા વિન્ડિઝે પ વિકેટે 173 રન કર્યા હતા. જવાબમાં યુગાન્ડા ટીમ 12 ઓવરમાં 39 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેનો એક જ બેટર ડબલ ફીગરમાં પહોંચી શક્યો હતો. તેના 8 બેટર એલબીડબ્લ્યૂ આઉટ થયા હતા. અકિલ હુસેને કેરિયરનો શ્રેષ્ઠ દેખાવ કરીને 11 રનમાં પ વિકેટ ઝડપી હતી. 

યુગાન્ડા ટીમે ટી-20 વિશ્વ કપમાં સૌથી ઓછા સ્કોરના રેકોર્ડની બરાબરી કરી હતી. અગાઉ 2014ના ટી-20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડસ અને શ્રીલંકા ટીમ પણ 39 રને ઓલઆઉટ થઈ હતી. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝનો 134 રને વિજય ટી-20 વર્લ્ડ કપનો સૌથી વિશાળ રન અંતરનો બીજો વિજય છે. આ પહેલા 2007 ટી-20 વિશ્વ કપમાં શ્રીલંકાએ કેન્યાને 172 રને હાર આપી હતી.

વેસ્ટ ઇન્ડિઝ તરફથી જોનસન ચાર્લ્સે 44, આંદ્રે રસેલે 30, કપ્તાન રોવમેન પોવેલે 23, નિકોલસ પૂરને 22 અને શેરફન રૂધરફોર્ડે 22 રનની ઇનિંગ રમી હતી. યુગાન્ડા તરફથી બ્રાયન મસાબાએ 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024